Surat : રમકડાં લેવાની ઉંમરે ભુલકાંઓએ માતા-પિતા પાસે કરી એવી જીદ્દ કે તમે પણ ગર્વ લેશો

દેશ કોરોનાની બીજી લહેરમાંથી નીકળીને ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરી રહ્યો છે. ત્યારે સુરતના બે ભૂલકાઓએ એક એવુ કામ કર્યું છે જેણે સૌને ચોંકાવી દીધા છે.

Surat : રમકડાં લેવાની ઉંમરે ભુલકાંઓએ માતા-પિતા પાસે કરી એવી જીદ્દ કે તમે પણ ગર્વ લેશો
બાળકોએ ઓક્સિજન મશીન લેવાની કરી જીદ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 07, 2021 | 5:00 PM

Surat: સુરતમાં કોરોનાની પહેલી અને બીજી લહેર ખૂબ ઘાતક રહી હતી. કોરોનાના કેસોની સામે મોતનો આંકડો પણ સૌથી વધારે નોંધાયો હતો. કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનની તંગી પણ ઉભી થઈ હતી તો કેટલીક હોસ્પિટલોમાં વેન્ટિલેટર અને ઓક્સિજનના (Oxygen) બાટલાની પણ તીવ્ર માંગ ઉઠવા પામી હતી. દેશ કોરોનાની બીજી લહેરમાંથી નીકળીને ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરી રહ્યો છે. ત્યારે સુરતના બે ભૂલકાઓએ એક એવુ કામ કર્યું છે જેણે સૌને ચોંકાવી દીધા છે.

હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. આ બાળકો કુંભારે પરિવારના હોવાની માહિતી છે. 9 વર્ષનો મયંક સુશીલ કુંભારે અને 6 વર્ષની શ્રુતિ સુરેશ કુંભારેએ પોતાના માતાપિતા પાસે ગિફ્ટમાં કોઈ રમકડાં નહીં માંગ્યા પણ માંગ્યું તો ઓક્સિજન મશીન.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સંતાનોની આ માંગ જોઈને માતાપિતા પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા કે છોકરાઓ આવી જીદ કેમ કરે છે પણ જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે બંને બાળકોએ જણાવ્યું કે તેમણે સમાચારમાં ઓક્સિજનની અને વેન્ટિલેટરની અછત વિશે જોયું છે. તેના અભાવે લોકોને જીવ ગુમાવતા પણ જોયા છે.

ત્યારે આ સમાચારે બાળકોના માનસપટ પર એવી અસર કરી કે તેઓએ નક્કી કર્યું કે શા માટે એક ઓક્સિજન મશીન ન ખરીદવામાં આવે જેથી જો ભવિષ્યમાં કોઈ દર્દીને તેની જરૂર ઉભી થાય તો તેઓ કોઈને મદદ કરી શકે. મયંક અને શ્રુતિએ આ મશીન ખરીદીને પોતાની ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કેવી છે તેનો એક સંદેશ આપ્યો છે.

નાના ભૂલકાઓ ભગવાનને પ્રાર્થના કરતા પણ નજરે ચડે છે કે ત્રીજી લહેર આવવી જ ન જોઈએ પણ જો આવે તો તેઓ મદદ કરવા તૈયાર છે. તેમણે વીડિયોના અંતમાં લોકોને પણ સંદેશ આપ્યો છે, જેથી બીજા પણ આવી મદદ કરવા તૈયાર થાય.

આ પણ વાંચો: Surat : કોરોનાની ગાઈડલાઈનના ભંગ અંગે દંડ ફટકારીને સુરત મનપાની ટીમે, લોકોને યાદ કરાવ્યુ કોરોના હજુ ગયો નથી સાવધાની રાખો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">