Surat : કોરોનાથી મોત કેસમાં મૃતકના પરિવારને સહાય, સુરત કલેકટરે 41 માંથી 36 કરોડની ચુકવણી કરી
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ડિસેમ્બર મહિના સુધીમાં સુરત શહેર જિલ્લામાં કુલ 1718 જેટલા દર્દીઓને કોરોનાના કારણે મૃત્યુ થયા હોવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી.જોકે ત્યારબાદ તબીબોની ટિમ દ્વારા પુરાવાની ચકાસણી કરીને અધધ 7797 જેટલી અરજીઓ મંજુર કરવામાં આવી હતી અને અત્યારસુધીમાં 36 કરોડનું ચુકવણું પણ કરવામાં આવ્યું છે.
કોરોના(Corona ) મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીઓનાં પરિવારજનોને ચુકવવામાં આવી રહેલી આર્થિક(Financial Help ) સહાયમાં સુરત શહેર જિલ્લામાં અધધ 7797 જેટલી અરજીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટને(Disaster Management ) મળેલી 533 જેટલી અરજીઓની હાલ ચકાસણી કરવામાં આવી રહી છે .
કોરોના વાયરસનાં સંક્રમણના કારણે મૃત્યુને ભેટ્યા હોય તેવા દર્દીઓનાં પરિવારજનોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય ચુકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ડિસેમ્બર -2021 થી શરૂ કરવામાં આવેલી સહાય ચુકવણીની પ્રક્રિયામાં સુરત ડિઝાસ્ટરની ટીમને અત્યારસુધીમાં કુલ 9655 જેટલી અરજીઓ મળી હતી.
7787 જેટલી અરજીઓ મંજુર કરવામાં આવી
જેની ચકાસણી કર્યા બાદ 7787 જેટલી અરજીઓને મંજુર કરવામાં આવી છે , અને તે પૈકીની 7176 જેટલા અરજદારોને મંજુર કરી તે પૈકીની 7176 જેટલા પ્રત્યેક અરજીદીઠ 50 હજાર રૂપિયા લેખે કુલ 35 કરોડ 80 લાખ રૂપિયાનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે. જયારે અપુરતા પુરાવાના કારણે 1325 અરજીને નામંજુર કરવામાં આવી છે. અને 621 અરજદારોને નજીકના સમયમાં જ નાણાની ચુકવણી કરવામાં આવશે .
આમ જોવા જઇએ તો સુરત જિલ્લાને અત્યારસુધીમાં મળેલી કુલ 41 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પૈકી 36 કરોડનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટને મળેલી 533 અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે.
અત્યારસુધી 36 કરોડનું ચુકવણું
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ડિસેમ્બર મહિના સુધીમાં સુરત શહેર જિલ્લામાં કુલ 1718 જેટલા દર્દીઓને કોરોનાના કારણે મૃત્યુ થયા હોવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી.જોકે ત્યારબાદ તબીબોની ટિમ દ્વારા પુરાવાની ચકાસણી કરીને અધધ 7797 જેટલી અરજીઓ મંજુર કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 36 કરોડનું ચુકવણું પણ કરવામાં આવ્યું છે. અરજદારોને 50-50 હજારની આર્થિક સહાય કરવામાં આવી છે.
આ સાથે દર્દીઓની જાહેર કરવામાં આવેલી સંખ્યા અને ખરેખર કોરોનામાં મૃત્યુ પામનારની સંખ્યા વચ્ચે પણ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. કોરોના સહાય માટે 9625 આવી છે, જે માટે 7797 અરજી મંજુર કરવામાં આવી છે. અને 1325 અરજીઓ નામંજૂર થઇ છે. જેમાંથી 7176 અરજીઓનુ ચુકવણું કરવામાં આવ્યું છે. જયારે 621 અરજીઓનુ પેમેન્ટ ચૂકવવાનું બાકી છે અને 533 અરજીઓ પેન્ડિંગ છે.
આ પણ વાંચો :