સુરતમાં આમ આદમી પાર્ટીમાં બાર સાંધે તેર તૂટે જેવો ઘાટ, રજુઆત કરવા જતા વચ્ચેથી પણ 8 કોર્પોરેટરો ગાયબ !
વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ રજૂઆત વેળા ગેરહાજર રહેલા કોર્પોરેટરો પાસે ખુલાસો માંગ્યો હતો . જેમાં વોર્ડ નં . 4 કાપોદ્રા - હીરાબાગના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ મોટરસાઇકલમાં પંક્ચર પડ્યું હોવાનો બોડો ખુલાસો કર્યો હતો . થોડા દિવસો અગાઉ કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ ભાજપ તરફથી ફોન આવ્યો હોવાનો દાવો કર્યો હતો . હવે ગણતરીના દિવસોમાં જ તેમનો સૂર બદલાયો છે .
આમ આદમી પાર્ટીમાં (AAP) બાર સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ થઇ ચૂકી છે . બુધવારે આપનું ઝાડુ છોડી ભગવો ધારણ કરનારા પાંચેય કોર્પોરેટરોનું(Councilor ) સભ્યપદ રદ કરવા પાલિકામાં(SMC) થયેલી રજૂઆત વખતે વધુ આઠ કોર્પોરેટરો ગાયબ જણાયા હતા . કેટલાકે સામાજિક તો કેટલાકે પારિવારિક કામ હોવાનો વિપક્ષી નેતા સમક્ષ ખુલાસો કર્યો હતો .
આમ આદમી પાર્ટીના દંડક ભાવના સોલંકી , જયોતિકા લાઠિયા , મનીષા કુકડિયા , ઋતા દુધાગરા અને વિપુલ મોવલિયાએ ગયા અઠવાડિયે આપ સાથે છેડો ફાડ્યો હતો . આપ દ્વારા તેમને ગદ્દાર ઘોષિત કરાયા છે . હવે તેમનું સભ્યપદ રદ થાય તે માટે આપના કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાનીને લેખિત રજૂઆત કરવા આપના નગરસેવકો એકઠા થયા હતા .
ઘનશ્યામ મકવાણાની બાઇકમાં પંક્ચર પડ્યું .. ! વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ રજૂઆત વેળા ગેરહાજર રહેલા કોર્પોરેટરો પાસે ખુલાસો માંગ્યો હતો . જેમાં વોર્ડ નં . 4 કાપોદ્રા – હીરાબાગના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ મોટરસાઇકલમાં પંક્ચર પડ્યું હોવાનો બોડો ખુલાસો કર્યો હતો . થોડા દિવસો અગાઉ કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ ભાજપ તરફથી ફોન આવ્યો હોવાનો દાવો કર્યો હતો . હવે ગણતરીના દિવસોમાં જ તેમનો સૂર બદલાયો છે . એકાએક બાઇકમાં પંકચર પડ્યું હોવાથી ગેરહાજર હોવાનું જણાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોના ગળે વાત ઊતરી ન હતી . આ સાથે અનેક અટકળો તેજ બની હતી .
ડેપ્યુટી કમિશનરને પાંચેય પક્ષપલટું કોર્પોરેટરો વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી . તમામ પાંચેય કોર્પોરેટરોના સભ્યપદ રદ થાય તે માટે આપના બાકી રહેલા 22 કોર્પોરેટરોને પાલિકા કચેરીએ હાજર રહેવા કહેવાયું હતું . 22 પૈકી 14 નગરસેવક જ પાલિકામાં હાજર રહ્યા હતા . આઠ કોર્પોરેટરો એક યા બીજા કારણોસર હાજર નહીં રહી શક્યા હોવાનું જાણવા મળ્યું હતું .
આ પૈકી કેટલાકે પારિવારિક પ્રસંગમાં તો કેટલાકે સામાજિક પ્રસંગમાં હાજરી આપવી અનિવાર્ય હોય ગેરહાજર રહ્યા હોવાનો ખુલાસો કર્યો હતો . એકસાથે આઠ કોર્પોરેટરોની ગેરહાજરી વચ્ચે ફરી એક વખત આપના કોર્પોરેટરોની રાજકીય ગુલાંટીને નવી હવા મળી હતી . ઉલ્લેખનીય છે કે આગામી સપ્તાહે પાલિકામાં બજેટની બોર્ડ મળી રહી છે જેમાં પાટલીબદલું આપના પાંચ કોર્પોરેટરો ભાજપની પંગતમાં સામેલ થશે , આ સાથે સૌ પ્રથમવાર આપના કોર્પોરેટરોનો સામનો કરશે .
આ પણ વાંચો :