Surat : આસારામ-નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સાક્ષી પર એસિડ ફેંકનાર 9 વર્ષે ઝડપાયો
આ ફરિયાદીના સાક્ષીઓમાં દિનેશ ચંદાણી મદદ કરતા હોવાથી તેમને સુનિલ બાલકિશન શાહુ (ઉ.વ.આ.47)ના મદદ ન કરવા માટે અન્ય અનુયાયીઓ સાથે સમજાવવા ગયા હતાં.પરંતુ તેમાં સફળતા ન મળતાં જાનથી મારી નાખવાના ઈરાદે એસિડ એટેક કરવામાં આવ્યો હતો.

Surat: ગુજરાતમાં(Gujarat)ધર્મના નામે માસૂમ મહિલાઓ અને યુવતીઓ પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં નારાયણ સાંઈ અને આસારામ (Asharam) જેલના સળિયા પાછળ છે. પરંતુ નવ વર્ષ અગાઉ થયેલા આ કેસ વખતે સાક્ષીઓને ડરાવવા ધમકાવવા માટે જે કાવતરા થયાં હતાં. તેમાં સાક્ષીઓ પર એસિડ ફેંકીને(Acid Attack) જાનથી મારી નાખવાની કોશિષ પણ થઈ હતી. આ કેસમાં છેલ્લા નવ વર્ષ બાદ આરોપીને સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર બાલકિશન શાહુને ઝડપી લઈને પોલીસે કાયદેસરાની કાર્યવાહી હાથ ધરી છે.
વર્ષ 2013-14માં આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ ઉપર અમદાવાદ અને સુરતમાં દુષ્કર્મના ગુના દાખલ થયા હતાં. સુરતની બે બહેનો દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદીના સાક્ષીઓમાં દિનેશ ચંદાણી મદદ કરતા હોવાથી તેમને સુનિલ બાલકિશન શાહુ (ઉ.વ.આ.47)ના મદદ ન કરવા માટે અન્ય અનુયાયીઓ સાથે સમજાવવા ગયા હતાં.પરંતુ તેમાં સફળતા ન મળતાં જાનથી મારી નાખવાના ઈરાદે એસિડ એટેક કરવામાં આવ્યો હતો.
આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર બાલકિશન શાહુ ,રહે. સુસનેર ગૌશાળા, આગર મેઈન રોડ, જિ. આગર, મધ્યપ્રદેશ) નાને હુમલો કરી નાસવા જતા પકડી લેવામાં આવ્યો હતો. બાદમાં ખટોદરા પોલીસે ખૂનની કોશિષનો ગુનોદાખલ કર્યો હતો. જો કે ત્યારથી આરોપી લાજપોર જેલમાં બંધ હતો. પરંતુ તે ગુનામાં જામીન પર છૂટતા પોલીસે ફરીથી ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો