NSE IPOથી બજાર ગરમાયું! ગ્રે માર્કેટમાં GMP ₹285 એ પહોંચ્યો, ₹1,800 ની આસપાસ હોઈ શકે છે પ્રાઇસ બેન્ડ
માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) તરફથી લીલી ઝંડી મળતાં જ NSE ના પ્રસ્તાવિત IPO ને લઈને બજારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંજૂરી બાદ ગ્રે માર્કેટમાં NSE IPO નો GMP ₹285 પ્રતિ શેર પહોંચી ગયો છે. સપ્ટેમ્બર 21 ના સપ્તાહમાં લિસ્ટિંગના લક્ષ્યાંક અને ₹1,800 ની આસપાસની સંભવિત પ્રાઇસ બેન્ડની ચર્ચાઓ વચ્ચે NSE નો આ IPO રોકાણકારો માટે હોટ ટોપિક બન્યો છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના પ્રસ્તાવિત આઈપીઓ (IPO) ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. માર્કેટ રેગ્યુલેટર SEBI તરફથી IPO ને મંજૂરી મળ્યા બાદ ગ્રે માર્કેટમાં NSE IPO નો GMP 285 રૂપિયા પ્રતિ શેર પહોંચી ગયો છે. NSE ને તેના IPO માટે લાંબા સમયથી નિયામકીય મંજૂરીની રાહ હતી, જે શુક્રવારે મળી ગઈ છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જના પ્રસ્તાવિત IPO ને માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે. NSE ને તેના IPO માટે લાંબા સમયથી નિયામકીય મંજૂરીની રાહ હતી. રિપોર્ટ અનુસાર, એક્સચેન્જને શુક્રવારે IPO માટે મંજૂરી મળી હતી.

સેબી તરફથી મંજૂરી મળ્યા બાદ NSE IPOનો ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે GMP 285 રૂપિયા પ્રતિ શેર પહોંચી ગયો છે. ગ્રે માર્કેટમાં GMP આ સ્તર સુધી પહોંચ્યા પછી NSE IPOને લઈને ચર્ચા વધી ગઈ છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર, NSE સપ્ટેમ્બર 21થી શરૂ થતા સપ્તાહમાં શેરબજારમાં લિસ્ટિંગનું લક્ષ્ય રાખી રહ્યું છે. જો કે, આ માહિતી સૂત્રોના હવાલેથી સામે આવી છે.

રોયટર્સના જણાવ્યા અનુસાર, અનૌપચારિક બેઠકમાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત ઘણા મોટા સંભવિત રોકાણકારોએ સંકેત આપ્યો હતો કે, તેઓ NSE ના શેર લગભગ 1,800 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદવામાં કમ્ફર્ટેબલ રહેશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, IPO નો ઔપચારિક પ્રાઇસ બેન્ડ પણ આ જ સ્તરની આસપાસ નક્કી થવાની શક્યતા છે. હાલમાં, IPOના પ્રાઇસ બેન્ડને લઈને ઓફિશિયલ જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

NSE ભારતના ઇક્વિટી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે અને કોન્ટ્રેક્ટ્સની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી સક્રિય ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ છે. તે ભારતના મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 50નું સંચાલન પણ કરે છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં NSEએ આશરે 3,120 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના 2,923 કરોડ રૂપિયા કરતાં વધુ છે. આ સમયગાળા દરમિયાન ઓપરેશનલ રેવેન્યુ પણ વધીને આશરે 4,560 કરોડ રૂપિયા રહી હતી. જો કે, ત્રિમાસિક ધોરણે રેવેન્યુમાં લગભગ 8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
Upcoming IPO : આ અઠવાડિયે આવી રહ્યા એકસાથે 15 નવા IPO, જાણો કઈ કંપનીમાં પૈસા લગાવવાથી થશે ફાયદો
