Breaking News : ચૈતર વસાવાને હંગામી રાહત! ગુજરાત હાઇકોર્ટે 7 દિવસના શરતી જામીન મંજૂર કર્યા
વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહેવા માટે ચૈતર વસાવાએ કોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે તેમને 7 દિવસના શરતી હંગામી જામીન મંજૂર કર્યા છે. કોર્ટના આ નિર્ણયથી ચૈતર વસાવા હવે વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપી શકશે.
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટ તરફથી આખરે હંગામી રાહત મળી છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહેવા માટે ચૈતર વસાવાએ કોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે તેમને 7 દિવસના શરતી હંગામી જામીન મંજૂર કર્યા છે. કોર્ટના આ નિર્ણયથી ચૈતર વસાવા હવે વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપી શકશે.
ચૈતર વસાવાએ હંગામી જામીન
હાઇકોર્ટે જામીન મંજૂર કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ શરતો પણ મૂકી છે. ચૈતર વસાવાએ હંગામી જામીનના સમયગાળા દરમિયાન ગાંધીનગર ના છોડવા, આ ઉપરાંત વિધાનસભાના ચોમાસુ સત્રમાં તેમની ફરજિયાત હાજરી આપવા જણાવવામાં આવ્યું છે. કોર્ટ દ્વારા તેમને મીડિયા સાથે વાતચીત ન કરવાની પણ શરત રાખવામાં આવી છે.
ચોમાસુ સત્રમાં હાજર રહેવા અપાઈ જામીન
ચૈતર વસાવા તરફથી વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે હંગામી જામીનની માંગ કરવામાં આવી હતી. અરજીમાં સત્ર દરમિયાન ધારાસભ્ય તરીકેની ફરજ નિભાવવાની જરૂરિયાત રજૂ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટના નિર્ણય બાદ હવે ચૈતર વસાવાને સાત દિવસ માટે રાહત મળી છે. જોકે, આ રાહત શરતી હોવાથી તેમણે કોર્ટ દ્વારા નક્કી કરાયેલી તમામ શરતોનું પાલન કરવું પડશે. ખાસ કરીને ગાંધીનગર ન છોડવાની અને મીડિયા સાથે વાત ન કરવાની શરતનું પાલન કરવાનું રહેશે.
કોર્ટ દ્વારા તેમને મીડિયા સાથે વાતચીત ન કરવાની પણ શરત મૂકવામાં આવી છે. આમ, વિધાનસભા સત્રમાં ધારાસભ્ય તરીકે હાજરી આપવા માટે ચૈતર વસાવાને આખરે હંગામી રાહત મળી છે.
Gir Somnath News: શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
ચૈતર વસાવાને હંગામી રાહત! ગુજરાત હાઇકોર્ટે 7 દિવસના શરતી જામીન મંજૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે

