AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવરાત્રી-દાંડિયામાં મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમોના પ્રવેશને લઈને VHPએ કરેલા એલાન બાદ મહારાષ્ટ્રમાં ગરમાયું રાજકારણ

Maharashtra Navratri Row : VHP દ્વારા ગરબા અને નવરાત્રીના આયોજકોને કાર્યક્રમમાં પ્રવેશ આપતા પહેલાં આધારકાર્ડની ચકાસણી કરવા તેમજ પ્રવેશ સમયે માથા પર તિલક લગાવવાની સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સૂચનાઓનું કડકપણે પાલન કરવા માટે આયોજકોને VHP દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે.

નવરાત્રી-દાંડિયામાં મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમોના પ્રવેશને લઈને VHPએ કરેલા એલાન બાદ મહારાષ્ટ્રમાં ગરમાયું રાજકારણ
| Updated on: Sep 07, 2026 | 2:10 PM
Share

ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં પણ નવરાત્રી અને ગરબા આયોજનને લઈને મુસ્લિમોના પ્રવેશનો મુદ્દો રાજકીય વિવાદનુ કેન્દ્ર બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા નવરાત્રી દરમિયાન યોજાતા ગરબા સહિતના કાર્યક્રમોમાં મુસ્લિમોને પ્રવેશ ના આપવા માટે એલાન કરવામાં આવ્યું છે. VHPના આ આહ્વાન બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે અને વિપક્ષી નેતાઓએ શાસક પક્ષને નિશાન બનાવ્યો છે.

VHP દ્વારા ગરબા અને નવરાત્રીના આયોજકોને કાર્યક્રમમાં પ્રવેશ આપતા પહેલાં આધારકાર્ડની ચકાસણી કરવા તેમજ પ્રવેશ સમયે માથા પર તિલક લગાવવાની સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સૂચનાઓનું કડકપણે પાલન કરવા માટે આયોજકોને VHP દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે.

VHPના આ એલાન બાદ શિવસેના (UBT), કોંગ્રેસ અને AIMIM સહિતના વિપક્ષી પક્ષોએ આકરા સવાલો ઉઠાવ્યા છે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે VHPના આ VHPના આવા ફરમાનને ભાઈચારાને નુકસાન પહોંચાડનારું ગણાવ્યું છે. જ્યારે આદિત્ય ઠાકરેએ આરોપ લગાવ્યો છે કે ભાજપ મહારાષ્ટ્રમાં માહોલ ખરાબ કરવા અને રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

કોંગ્રેસ નેતા નાના પટોલેએ પણ આ પ્રકારનું એલાન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ પોતાની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે વારંવાર હિન્દુ-મુસ્લિમ મુદ્દાને આગળ લાવે છે.

બીજી તરફ, AIMIM દ્વારા પણ VHPના એલાનને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પક્ષનું કહેવું છે કે ભારત સૌનું છે અને કોઈ સંગઠનને આ પ્રકારનું ફરમાન જાહેર કરવાનો અધિકાર કોણે આપ્યો છે? વિપક્ષે RSS વડા મોહન ભાગવત દ્વારા તાજેતરમાં અમેરિકામાં આપવામાં આવેલા નિવેદનનો પણ ઉલ્લેખ કરીને સવાલો ઉઠાવ્યા છે.

નવરાત્રીના તહેવારને હજુ થોડાક દિવસોની વાર છે ત્યારે જ ગરબા કાર્યક્રમોમાં પ્રવેશ અને ઓળખની ચકાસણીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. VHPના આ એલાન બાદ મહારાષ્ટ્રમાં ધાર્મિક તહેવારના આયોજન સાથે જોડાયેલો મુદ્દો હવે સીધો રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે.

Maharashtra Breaking News : દહી હંડીના ઉત્સવનો આનંદ શોકની છાયામાં ફેરવાયો! મુંબઈમાં બે ગોવિંદાના મોત, 306 ગોવિંદા ઘાયલ; 49ની સારવાર ચાલુ

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">