Surat Breaking News : શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના; બાળકીનું થયું હતું મોત ! જુઓ Video
સુરતમાં શીતલ રેસ્ટોરન્ટનું શાક ખાધા બાદ પરિવાર બીમાર પડ્યો હતો. આ મામલે હવે ફૂડ વિભાગની તપાસ અને રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલના રિપોર્ટને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
સુરતમાં શીતલ રેસ્ટોરન્ટનું શાક ખાધા બાદ પરિવાર બીમાર પડ્યો હતો. આ મામલે હવે ફૂડ વિભાગની તપાસ અને રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલના રિપોર્ટને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
15 ઓગસ્ટના રોજ શીતલ રેસ્ટોરન્ટનું શાક ખાધા બાદ એક પરિવાર બીમાર પડ્યો હતો. પરિવારના સભ્યોને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. આ ઘટનાને પગલે ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો.
રેસ્ટોરન્ટમાંથી ફૂગવાળી દાળ, ચીઝ તેમજ સડેલા ડુંગળી-બટાકા મળ્યા હતા
ફૂડ વિભાગની તપાસમાં રેસ્ટોરન્ટમાંથી ફૂગવાળી દાળ, ચીઝ તેમજ સડેલા ડુંગળી અને બટાકા પણ મળી આવ્યા હતા. આ મામલે ફૂડ વિભાગે 18 ઓગસ્ટે રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન અખાદ્ય જથ્થો મળી આવવા છતાં હવે રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના આવ્યા હોવાનું સામે આવ્યું છે. એક તરફ ફૂડ વિભાગની તપાસ દરમિયાન રેસ્ટોરન્ટમાંથી ફૂગવાળી દાળ, ચીઝ અને સડેલા ડુંગળી-બટાકા સહિતનો અખાદ્ય જથ્થો ઝડપાયો હતો, તો બીજી તરફ ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના આવ્યા છે. આ સ્થિતિમાં સમગ્ર મામલે સવાલો ઉભા થયા છે. શીતલ રેસ્ટોરન્ટનું શાક ખાધા બાદ પરિવાર બીમાર પડ્યો અને સારવાર દરમિયાન 4 વર્ષની બાળકીનું મોત થયું હોવાના મામલે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો, Breaking News : ગુજરાતમાં મેઘરાજા રિસાયા, દ્વારકા સૌથી વધુ પ્રભાવિત, પોરબંદરની સ્થિતિ પણ ગંભીર ! જુઓ Video
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video

