AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath News: શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર, જુઓ Video

Gir Somnath News: શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2026 | 11:58 AM
Share

ગીર સોમનાથના પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભોળાનાથના દર્શન માટે રાત્રિથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર પરિસર બહાર ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ સમગ્ર સોમનાથમાં ભક્તિનો માહોલ છવાયો હતો અને દર્શન માટે લાંબી કતારો લાગી હતી.

ભીડને પગલે રાત્રે 3 વાગ્યે ખોલાયા ગેટ

શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને મંદિરના ગેટ રાત્રે જ ખોલવામાં આવ્યા હતા. ભક્તોની મોટી સંખ્યાને પગલે રાત્રે 3 વાગ્યે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા, જેથી શ્રદ્ધાળુઓને વહેલી તકે દર્શનનો લાભ મળી શકે. ભક્તો દ્વારા ભગવાન સોમનાથના દર્શન માટે શિસ્તબદ્ધ રીતે કતારમાં ઉભા રહી દર્શન કરવામાં આવ્યા હતા.

સઘન સુરક્ષા વચ્ચે ભક્તોએ કર્યા દર્શન

સોમનાથ મંદિર બહાર રાત્રિથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હજારો ભક્તોએ ભગવાન સોમનાથના પ્રથમ દર્શન કર્યા હતા. ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા સતત વ્યવસ્થા જાળવવામાં આવી હતી.

‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું સોમનાથ

શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મંદિર અને પ્રભાસ તીર્થ ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવધૂનમાં લીન થઈને ભોળાનાથના દર્શન માટે પહોંચ્યા હતા. રાત્રિથી શરૂ થયેલો ભક્તોનો પ્રવાહ વહેલી સવાર સુધી યથાવત રહ્યો હતો. શ્રાવણના અંતિમ સોમવારને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો- Breaking News: હડતાળના નામે રિક્ષાચાલકોની દાદાગીરી! લાકડી-ડંડા સાથે રસ્તા પર ઉતર્યા, મુસાફરો પરેશાન

Published on: Sep 07, 2026 11:57 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">