AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુઓના હવાલે, વરસાદ ખેંચાતા ધરતીપુત્રોની હાલત થઈ કફોડી- Video

કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુઓના હવાલે, વરસાદ ખેંચાતા ધરતીપુત્રોની હાલત થઈ કફોડી- Video

| Updated on: Sep 06, 2026 | 9:25 PM
Share

રાજ્યમાં છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ખેંચાયો છે. અમરેલી જિલ્લામાં જૂલાઈ મહિનામાં સારો વરસાદ વરસ્યા બાદ ઓગસ્ટ મહિનો કોરોકટ્ટ રહ્યો છે. જેના પરિણામે ખેડૂતોની હાલત કફોડી બની છે.

અમરેલી જિલ્લામાં વરસાદની લાંબી અછતને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સાવરકુંડલા પંથકમાં છેલ્લા દોઢ મહિનાથી એક ટીપું પણ વરસાદ ન વરસતા, ખેડૂતોએ ઉછેરેલા કપાસના પાક પર સંકટ આવ્યું છે. મોંઘા બિયારણ અને સખત મહેનતથી વાવેલો પાક વરસાદના અભાવે સુકાઈ ગયો છે.

ઉત્પાદનની કોઈ આશા ન રહેતા, ખેડૂતોએ લાચારીવશ પોતાના ખેતરમાં જ પશુઓને ચરવા મૂકી દીધા છે. જે કપાસનો પાક પરિવારના ભરણપોષણનો આધાર બનવાનો હતો, તે હવે પશુઓનો ચારો બની રહ્યો છે. એક ખેડૂતે પોતાની વ્યથા વર્ણવતા જણાવ્યું કે, 15 વીઘા જમીનમાં વાવેલા કપાસ પાછળ એક લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો, પરંતુ વરસાદના અભાવે પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. આથી કંટાળીને તેમને ગાયોને ચરાવવા માટે ખેતરમાં છોડવી પડી.

આ સ્થિતિ માત્ર અમરેલી પૂરતી સીમિત નથી. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની અછતને કારણે ખરીફ પાકોને મોટું નુકસાન થયું છે. IMDના આંકડા પણ અમરેલીમાં નોંધપાત્ર વરસાદની અછત દર્શાવે છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ ગંભીર બની છે અને તેમની આવક પર સીધી અસર પડી છે.

 

સમાજના બંધનો ફગાવી કિંજલ રબારીએ ફરી થામ્યુ પ્રેમી-પતિનું દામન, અપહરણની ઘટના અંગે કિંજલે ખુદ વીડિયો જારી કરી કર્યા આ મોટા ખૂલાસા- વાંચો

Published on: Sep 06, 2026 09:20 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">