Surat : ઘરે જ ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા બનાવવા બાળકોને કરાયા પ્રોત્સાહીત
પર્યાવરણની જાળવણી માટે ગણપતિની પ્રતિમા બનાવવવા માટે વપપરાતી માટીમાં મેથી, મોગરો, ગલગોટાના બીજ વગેરેનો ઉપયોગ કરવા જણાવાયુ.
ગણપતિ(ganpati ) આગમનને હવે ગણતરીના દિવસો ગણાય રહ્યા છે. ત્યારે સુરતમાં ગણેશજીના આગમનની પુરી તૈયારીઓ થઇ રહી છે. નદીના પ્રદુષણને જોતા છેલ્લા કેટલાક વર્ષોથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની નાની મૂર્તિ બનાવવાનું ચલણ પણ પાછલા સમયથી ઘણું વધી ગયું છે. ત્યારે પર્યાવરણને નુકશાન ન થાય અને ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા પણ જળવાઈ રહે તેના માટે સુરતમાં અનેક સંસ્થાઓ કામ કરી રહી છે.
સુરતમાં આવો જ એક વર્કશોપ (Workshop ) યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને હાથેથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની નાની મૂર્તિઓ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. આ વર્કશોપમાં સાદી માટી અને કુંડા ની માટીમાં બીજ નાંખીને ઇકો ફ્રેન્ડલી ગણપતિ કેવી રીતે બનાવી શકાય તેની તાલીમ આપવામાં આવી હતી.
ગણપતિની પ્રતિમા બનાવવવા માટે વપપરાયેલી આ માટીમાં મેથી, મોગરો, ગલગોટા, પર્ગેનિક બીજ, ફૂલોના બીજ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આજે ઘણી મૂર્તિઓના વિસર્જન પછી મૂર્તિની દુર્દશા થાય છે. જયારે કેટલીક માટીની મૂર્તિઓની માટીનો વિસર્જન પછી કોઈ ઉપયોગ રહેતો નથી. તેવામાં આ પ્રકારની પ્રતિમાઓ વિસર્જન પછી પણ પર્યાવરણ માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.
આ વર્કશોપ યોજવાનો મૂળ ઉદેશ્ય દર વર્ષે ગણપતિનું નદીમાં થતું વિસર્જન અટકાવવા અને પર્વને અંતે વિસર્જનના સમયે ભગવાનની થતી દુર્દશા અટકાવવાનો છે. આ મૂર્તિની બનાવટમાં વપરાયેલી માટીમાં વનસ્પતિના બીજ પણ નાંખવામાં આવ્યા છે. જેથી વિસર્જન પછી આ માટીના ઉપયોગથી પણ પર્યાવરણને વૃક્ષની ભેંટ આપીને તે ઉદ્દેશ્ય પણ પાર પાડી શકાય.
આ વર્કશોપમાં ઘણા બાળકોએ પણ ભાગ લીધો હતો. તેઓએ જણાવ્યું હતું કે તેઓ પણ પર્યાવરણ બચાવો, વૃક્ષ વાવો અને કુદરતમાંથી લીધેલી વસ્તુને કુદરતમાં જ ભક્તિ ભાવ સાથે પાછી આપવાની ભાવના તેમની રહેલી છે. આ વર્કશોપમાં બનાવવામાં આવેલી બધી જ મૂર્તિઓ લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી વિનામૂલ્યે સ્થાપના માટે આપી દેવામાં આવી હતી.
નોંધનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં આ પ્રકારની ઇકોફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાઓના સ્થાપનનું ચલણ ખુબ વધ્યું છે. તેવામાં આવા વર્કશોપની હજી પણ વધારે જરૂર છે. જેથી આવનારી પેઢી પણ આ તહેવારનો અર્થ ખરા અર્થમાં સાર્થક કરવાની સાથે પર્યાવરણ માટે પણ વિચાર કરીને ઉપયોગી સાબિત થઇ શકે.
આ પણ વાંચો : Surat: બરફના તોફાન અને માઈનસ 15 ડિગ્રી તાપમાન વચ્ચે ‘સુરતી લાલા’એ શિખર પર લહેરાવ્યો તિરંગો
આ પણ વાંચો : Surat: કૃત્રિમ તળાવમાં બે ફૂટ સુધીની ગણેશ પ્રતિમાનું વિસર્જન નહીં થાય