Surat: ચેમ્બર દ્વારા બજેટ પર એનાલિસિસ, રોકાણકારો માટે સારો સમય લાવશે આ બજેટ
ક્રુડ ઓઈલના ભાવને કારણે કેમિકલ ઈન્ડસ્ટ્રીમાં ભાવ વધ્યા છે. આથી કેમિકલ ઈન્ડસ્ટ્રી માટે સારામાં સારો સમય આવતો દેખાઈ રહ્યો છે. તદુપરાંત વૈશ્વિક સ્તરે ભારત સહિતના વિવિધ દેશો કાર્બન ન્યુટ્રલ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને ધી સધર્ન ગુજરાત ઈન્કમ ટેક્સ બાર એસોસિએશનના સંયુકત ઉપક્રમે બજેટ (Budget) એનાલિસિસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બીજા દિવસે ‘અર્થતંત્ર અને મૂડી બજાર ઉપર બજેટની લાંબા ગાળાની અસર’ વિષય ઉપર વેબિનાર (Webinar) યોજાયો હતો. જેમાં નિષ્ણાંત વક્તા તરીકે દેવેન ચોકસીએ ગ્લોબલ ઈકોનોમીને ભારતની અર્થ વ્યવસ્થા સાથે સાંકળવાનો પ્રયાસ કરી રોકાણકારોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ તેમણે રોકાણકારોને ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સલાહ લેવા માટે સૂચન કર્યું હતું.
દેવેન ચોકસીએ જણાવ્યું હતું કે બિઝનેસની એકટીવિટીને વધારવા માટે ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ખૂબ જ જરૂરી છે. ચાઈનામાં કોઈપણ પ્રોડકટને એકસપોર્ટ કરવા માટે માત્ર 24 કલાકનો સમય લાગે છે. જ્યારે ભારતમાં માત્ર રોડ ઉપર જ 24 કલાક વિતી જાય છે. આથી ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થશે તો જ ઝડપથી એકસપોર્ટ થઈ શકશે અને તેના થકી વેપાર-ઉદ્યોગનો વિકાસ થશે. ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટને કારણે કન્સ્ટ્રકશન ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ મોટી તક ઉભી થઈ રહી છે અને તેના થકી વિશાળ રોજગારીનું સર્જન થશે.
આખું બજેટ ગતિશિલ યોજના અને પીએલઆઇ સ્કીમને સાંકળીને રજૂ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે પીએલઆઈ સ્કીમમાં બાર સેકટરમાં અન્ય બે સેકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પીએલઆઈ સ્કીમ થકી ઈન્ડસ્ટ્રીમાં નવું રોકાણ આવે અને ગ્લોબલ રોકાણકારો ભારતમાં રોકાણ કરી શકે છે. ગ્લોબલ લીકવીડિટીને આકર્ષવી અને તે પણ સસ્તા ભાવે આકર્ષવી તેવું બજેટ પરથી જણાઈ રહ્યું છે.
બજેટમાં રૂપિયા 2 લાખ 75 હજાર કરોડની જોગવાઈ થકી એગ્રીકલ્ચરને સૌથી મોટો ફાયદો આપવાનો પ્રયાસ કર્યો છે. જેનાથી રૂરલ એરીયામાં ફાર્મ પ્રોડયુસ વધવાનું શરૂ થશે અને ફાર્મ એકટીવિટીમાં વધારો થશે. રૂરલ ઈકોનોમી થકી વિવિધ કંપનીઓના પ્રોડકટ ખપી રહ્યા છે. હાઉસિંંગ પ્રોજેકટને કારણે સિમેન્ટ, સ્ટીલ, મલ્ટીનેશનલ સિરામિક વિગેરે કંપનીઓ ગ્રો કરશે.
પીએલઆઈ (પ્રોડકટ લીન્ક ઇન્સેન્ટીવ) સ્કીમ થકી નવી ઈન્ડસ્ટ્રી ઉભી થશે. કેમિકલ, ઈલેકટ્રોનિકસ, ડિફેન્સ, ઓટો મોબાઇલ અને રિન્યુઅલ એનર્જી સેકટરમાં ઉછાળો આવશે. ક્રુડ ઓઈલના ભાવને કારણે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ભાવ વધ્યા છે. આથી કેમિકલ ઈન્ડસ્ટ્રી માટે સારામાં સારો સમય આવતો દેખાઈ રહ્યો છે. તદુપરાંત વૈશ્વિક સ્તરે ભારત સહિતના વિવિધ દેશો કાર્બન ન્યુટ્રલ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
બજેટમાં ડિજીટલ કરન્સી બનાવવાની વાત કરવામાં આવી છે. જેથી કરન્સી ફિઝિકલમાંથી ડિજીટલ બનશે તો રૂપિયા કયાં આગળ ચાલે છે તેની ક્લીયારિટી મળી રહેશે. કેટલી વખત કરન્સી બદલાય છે તેની સરકારને ખબર પડશે. જેને કારણે બ્લેકમની સકર્યુલેશન અટકી જશે. કોઈ વ્યકિત રૂપિયાને હોલ્ડ નહીં કરી શકેે અને માર્કેટમાં રૂપિયા ફરતા રહેશે તો પ્રોડકટીવિટી વધશે. આ બાબતે લાંબા ગાળાની અસર જોઇ શકાય છે અને આગામી પાંચ – દસ વર્ષની અંદર આ બદલાવ જોઈ શકાશે. સરકારની પોલિસી પદ્ધતિસર આગળ વધી રહી છે તે જોતા રોકાણકારો માટે ખૂબ જ સારો સમય આવતો દેખાઇ રહ્યો છે.
આ પણ વાંચોઃ નવી રામસર સાઇટનો દરજજો પ્રાપ્ત કરતું જામનગર જિલ્લાનું ખીજડિયા વન્યજીવ અભયારણ્ય
આ પણ વાંચોઃ Ahmedabad: કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીઓની થશે ધરપકડ, આ ત્રણેય આરોપીઓ પર પણ લાગશે ગુજસીટોક