Gujarati Video : સુરતમાં હોમ ડિલિવરી કરવા આવેલા વિધર્મી યુવકે કરી યુવતીની છેડતી, રહીશોએ ચખાડ્યો મેથીપાક

Gujarati Video : સુરતમાં હોમ ડિલિવરી કરવા આવેલા વિધર્મી યુવકે કરી યુવતીની છેડતી, રહીશોએ ચખાડ્યો મેથીપાક

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2023 | 11:56 AM

હોમ ડિલિવરી કરવા આવેલા વિધર્મી યુવકે યુવતીની એકલતાનો લાભ ઉઠાવ્યો અને યુવતી સાથે શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કર્યો, વિધર્મી યુવકની કરતૂતથી ડઘાઇ ગયેલી યુવતીએ બુમાબુમ શરૂ કરતા સોસાયટીના રહીશો એકત્ર થઇ ગયા હતા.

Surat : રાજ્યમાં વિધર્મી યુવકોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. આણંદના (Anand) ઉમરેઠ બાદ હવે સુરતમાં પણ વિધર્મી યુવકના કારસ્તાનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને ઇન્ટરનેટ પર થતી ખરીદીને લઈને આજકાલ હોમ ડિલિવરીનું પ્રમાણ ખાસું વધી ગયું છે. ત્યારે હોમ ડિલિવરી કરવા આવનારાથી સાવધાન રહેવું પડે તેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ કંઈક સામાન મગાવ્યો હોય છે. જોકે હોમ ડિલિવરી કરવા આવનારાએ યુવતીની એકલતાનો લાભ લઈને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આસપાસના લોકોએ આ યુવકને મેથીપાક ચખાડ્યો હતો.

યુવતીએ બૂમાબૂમ કરી હતી

સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવનગરમાં રહેતી યુવતીએ ઇન્ટરનેટના માધ્યમથી સામાન મગાવ્યો હતો. આ સામાન આપવા આવનારે  યુવતીની એકલતાનો લાભ લઈને છેડતીનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતીએ બૂમાબૂમ કરી હતી અને આસપાસમાંથી લોકોને એકઠા કરી લીધા હતા. તેથી યુવતીનો બચાવ થયો હતો અને એકઠા થયેલા લોકોએ યુવકને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો.

યુવકને પોલીસ હવાલે કરાયો

છેડતીનો પ્રયાસ થતાં જ યુવતીએ બૂમાબૂમ કરી મૂકી જેથી આસપાસમાંથી લોકોના ટોળા એકઠા થયા અને યુવકને પકડીને સૌપ્રથમ માર માર્યો બાદમાં પોલીસને ફોન કરીને જાણ કરી હતી. જેથી પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુવકને સાથે લઈ ગયા હતા. બીજી તરફ સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો યુવતીની હિંમતને બિરદાવી રહ્યા છે

આ પણ વાંચો-Ahmedabad: પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા અમદાવાદ-હિંમતનગર રેલ વિભાગનું કરવામાં આવ્યું નિરીક્ષણ

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 07, 2023 10:00 AM
g clip-path="url(#clip0_868_265)">