Surat : ગરબે ઘુમતા પહેલા મહાનગરપાલિકાની આરતી, કહેવુ પડશે કે માડી મેં વેક્સીન લીધી
શેરી મહોલ્લા અને સોસાયટીમાં ગરબા રમાડતા પહેલા લોકોને વેક્સીન માટેની આરતી વગાડવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. પાલિકાની અપીલને પગલે ઘણા આયોજકો ગરબા પહેલા વેક્સીન માટેની આ આરતી પણ વગાડી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકાએ વેક્સિનને(Vaccine ) લઈને આરતી(aarti ) અભિયાન શરૂ કર્યું છે. અને તેનો વિડીયો ઓડિયો સોશિયલ મીડિયામાં(Social Media ) ફરતો પણ કર્યો છે. જેના શબ્દ છે મેં વેક્સીન લીધી, માડી મેં વેક્સીન લીધી, ગરબે રમતા પહેલા, રાસે ઘુમતા પહેલા, ફરજ પુરી કીધી, માડી મેં વેક્સીન લીધી.
આમ તો સુરત મહાનગરપાલિકાએ વેક્સિનેશન માટે 100 ટકાનો લક્ષ્યાંક ક્યારનો મેળવી લીધો છે. અન્ય મહાનગરપાલિકાને પાછળ મૂકીને વેક્સીન માટે સુરત કોર્પોરેશન અગ્રેસર રહી છે. પરંતુ હજી પણ વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ઘણા ખરા લોકો આળસ કરી રહ્યા છે. ત્યારે ગણપતિ ઉત્સવમાં આયોજકોના સાથ સહકારથી વેક્સિનેશનના અભિયાનને વેગ મળ્યો હતો.
તે જ પ્રમાણે નવરાત્રીમાં પણ વેક્સિનેશનને લઈને અનોખી જાગૃતિ મહાનગરપાલિકા દ્વારા બતાવવામાં આવી રહી છે. શેરી મહોલ્લા અને સોસાયટીમાં ગરબા રમાડતા પહેલા લોકોને વેક્સીન માટેની આરતી વગાડવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. પાલિકાની અપીલને પગલે ઘણા આયોજકો ગરબા પહેલા વેક્સીન માટેની આ આરતી પણ વગાડી રહ્યા છે.
ડોર ટુ ડોર વેક્સીન : સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ 100 ટકા લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં સુરત મનપા અગ્રેસર રહી છે. હવે શહેરની જે સોસાયટીઓમાં 15 કે તેથી વધુ લોકોને વેક્સીન આપવાની હોય તેવી સોસાયટીઓમાં સર્વે કરીને મનપા દ્વારા વેક્સિનેશનની સગવડતા કરી આપવામાં આવી રહી છે. ટૂંક સમયમાં મનપા દ્વારા સ્પેશ્યલ નંબર પણ જાહેર કરશે. આ નંબર પર કોલ કરતા જ મનપાની ટિમ વેક્સિનેશન માટે આવી પહોંચશે.
બીજો ડોઝ લીધો ન હોય તેમના માટે જાહેર સ્થળો પર પ્રતિબંધ : જાહેર સ્થળોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે કે એક ડોઝ લીધો છે તે જાણી શકાય તે માટે સ્કેનિંગ મશીન મુકવાની પણ વિચારણા ચાલી રહી છે. અને જેઓને વેક્સિનનો એક ડોઝ લીધા બાદ 84 દિવસ કરતા વધુ સમય થઇ ગયો હોય છતાં વેક્સિનનો બીજો ડોઝ લીધો ન હોય તેવા લોકોને જાહેર સ્થળો જેવા કે મોલ, થિયેટર, શોપિંગ કોમ્પ્લેક્ષમાં એન્ટ્રી રિસ્ટ્રિક્ટ કરશે, તે પ્રકારના પગલાં લેવામાં આવે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી શહેરીજનો ઝડપથી વેક્સિનનો બીજો ડોઝ પણ લઇ લે.
આ પણ વાંચો : Surat : પીએમ મોદીની સુરતીઓને ખાસ અપીલ, આ દિવાળી વોકલ ફોર લોકલને બનાવો જીવન મંત્ર
આ પણ વાંચો : Surat : માંડવીમાં બસોની અનિયમિતતા મામલે બસ રોકો આંદોલન, ધારાસભ્ય સહિત આગોવાનોની અટકાયત