Surat : પીએમ મોદીની સુરતીઓને ખાસ અપીલ, આ દિવાળી વોકલ ફોર લોકલને બનાવો જીવન મંત્ર
દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવાનો છે ત્યારે લોકોએ પોતાના પરિવારને થતા જીવનમાં વોકલ ફોર લોકલનો મંત્ર બનાવવાની જરૂર છે. તેના પર આ દિવાળીએ ખાસ ધ્યાન આપીને આ દિવાળી વોકલ ફોર લોકલનો ટર્નિંગ પોઇન્ટ બની જાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સુરતવાસીઓને દિવાળીના તહેવારોમાં સ્થાનિક લોકો અને દેશવાસીઓ દ્વારા બનાવવામાં આવેલી ચીજવસ્તુઓની જ ખરીદી કરવા આહવાન કર્યું છે. સાથે જ વોકલ ફોર લોકલને (Vocal For Local) જીવન મંત્ર બનાવવા પણ અપીલ કરી છે. વડાપ્રધાનનો આ વિડીયો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સરે સુરતનાં નાગરિકો માટે દિવાળીની ખરીદીને ધ્યાનમાં રાખી એક વિશેષ સંદેશો પાઠવ્યો છે ! એમણે “Vocal for Local”નાં મંત્રને જીવનમંત્ર બનાવવાની અપીલ કરી છે. pic.twitter.com/WJ2IyIcx1E
— C R Paatil (@CRPaatil) October 8, 2021
વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરતા જણાવ્યું છે કે તહેવારોના સમયમાં ઘણી ખરીદી થઇ રહી છે. આ ખરીદીના સમયે હું સુરતવાસીઓને થોડો આગ્રહ કરીશ કે તેઓ સામાન્ય પણે દેશ દુનિયાના અલગ અલગ શહેરોમાં આવતા જતા હોય છે. હું આ ખરીદીના સમયે એમને જણાવું છું કે આપણે વોકલ ફોર લોકલના મંત્રને ભૂલવાનો નથી. મેં જોયું છે કે લોકો દીવડો ખરીદી લે તો એમને લાગે છે કે આપનો દેશ આત્મનિર્ભર બની ગયો છે પણ એવું નથી.
દરેક ચીજવસ્તુઓમાં ધ્યાન રાખવું જોઈએ કે માત્ર દીવડો ખરીદી લેતા કે અમે ભારતના દીવડા ખરીદીએ છીએ એવું વિચારવું સારી વાત છે. પણ તમે પોતે જોશો કે તમારા શરીર પર અને ઘરમાં એટલી બધી ચીજો છે જે બહારની હોય છે. આપણા દેશના લોકો નાના નાના કારીગરો જે બનાવે છે તેને આપણે શું કામ અવસર ન આપવો જોઈએ ? આપણે દેશને આગળ વધારવાનો છે. જેથી આ લોકોને નાના વેપારીઓ અને કારીગરો તથા કલાકારો અનેક પ્રકારની ચીજો બનાવે છે તેને એકવાર લઇ તો જુઓ જેથી આપણે ગર્વથી દુનિયાના લોકોને જણાવીએ કે આ ચીજવસ્તુ અમારા ગામના લોકોએ, મહિલાઓએ તથા જિલ્લાના લોકોએ બનાવી છે.
આમ કરવાથી આપણી છાતી પણ ગજગજ ફુલશે અને દિવાળીને ઉજવવાની મજા પણ આવશે, એટલે વોકલ ફોર લોકલ અંગે કોઈ સમાધાન કરવાનું નથી. દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવાનો છે ત્યારે લોકોએ પોતાના પરિવારને થતા જીવનમાં વોકલ ફોર લોકલનો મંત્ર બનાવવાની જરૂર છે. તેના પર આ દિવાળીએ ખાસ ધ્યાન આપીને આ દિવાળી વોકલ ફોર લોકલનો ટર્નિંગ પોઇન્ટ બની જાય.
આ પણ વાંચો : Surat: ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ” આપી અંગદાન કરનાર વ્યક્તિને સન્માનિત કરવાની એક નવી પહેલ
આ પણ વાંચો : Surat : SRP બંદોબસ્ત મળતા SMC સક્રીય, રસ્તા પર રખડતા ઢોર બદલ 44 સામે ફરિયાદ, 403 ઢોરને પાંજરે પૂર્યા