Surat : માંડવીમાં બસોની અનિયમિતતા મામલે બસ રોકો આંદોલન, ધારાસભ્ય સહિત આગોવાનોની અટકાયત

માંડવી ખાતે ગ્રામ્ય વિસ્તારમાં બસ સેવા અનિયમિત રહેતા વિદ્યાર્થીઓએ લડત ઉપાડી હતી. જેને કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓ સાથે માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત તાલુકાના કોંગ્રેસના આગેવાનો પણ આંદોલનમાં જોડાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 4:33 PM

સુરતના માંડવી ખાતે બસોની અનિયમિતતાને લઈને આજે વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન અને ધરણાં પ્રદર્શન કર્યું હતું. જેને કોંગ્રેસ પણ સહકાર આપ્યો હતો. જોકે વિરોધ કરનાર માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.

કોરોના કાળમાં અન્ય વ્યવસાયની સાથે એસ.ટી.વિભાગ પણ પ્રભાવિત થયો હતો. સમય જતાં પરિસ્થિતિ સામાન્ય થતાં બસો શરૂ થઈ હતી. અહીં વાત છે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાની. માંડવી બસ ડેપો ખાતેથી કોરોનાકાળમાં બંધ થયેલ બસોની અનિયમીતતા મામલો દિવસોથી ઉગ્ર બની રહ્યો હતો. માંડવી ખાતે તાલુકાના જ નહીં પરંતુ માંગરોળ, ઉંમરપાડા સહિતના વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. શાળા કોલેજો શરૂ થવા છતાં બસ સેવા અનિયમિત રહેતા આખરે આજે માંડવી બસ ડેપો ખાતે વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

માંડવી ખાતે ગ્રામ્ય વિસ્તારમાં બસ સેવા અનિયમિત રહેતા વિદ્યાર્થીઓએ લડત ઉપાડી હતી. જેને કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓ સાથે માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત તાલુકાના કોંગ્રેસના આગેવાનો પણ આંદોલનમાં જોડાયા હતા. અને બસ ડેપો બહાર ધરણા પર બેસી ગયા હતા. આખરે પોલીસ પહોંચી હતી. અને, ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત અનેક કોંગી નેતાઓની અટકાયત કરી લેવાઇ હતી.

વિદ્યાર્થીઓ તેમજ ધારાસભ્યની હાજરીમાં ડેપો મેનેજર દ્વારા આવનાર 15 દિવસ માં તમામ બંધ થયેલ રુટો સમીક્ષા કરી શરૂ કરી દેવાનું જણાવતા આંદોલન સમેટાયું હતું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">