AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: રેલવે ટ્રેક ઉપર વીડિયો બનાવતા યુવક મોતને ભેટ્યો, યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો

આ ઘટના યુવાધન માટે લાલબતી સમાન ઘટના છે. હાલના સમયમાં યુવાધનને રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરીને ફેમસ થવાની ઈચ્છા હોય છે જે માટે  તેઓ જીવનું જોખમ લેતા પણ અચકાતા નથી. સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે જે રીલ્સ બનાવતા હોય છે

Surat: રેલવે ટ્રેક ઉપર વીડિયો બનાવતા યુવક મોતને ભેટ્યો, યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 12, 2023 | 6:06 PM
Share

જાહેર સ્થળોએ સુરક્ષા વિના મોબાઈલ વીડિયો બનાવવાનો શોખ યુવાનો માટે મોતનું કારણ બન્યો હતો. સચિન રેલવે સ્ટેશનના ટ્રેક ઉપર વીડિયો બનાવવા જતા યુવક ટ્રેનની અડફેટે આવી ગયો હતો. મૃતક યુવકનું નામ પ્રકાશ મંગલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ યુવક અને તેનો ભાઈ ત્રણ દિવસ પહેલા નેપાળથી સુરત રોજગારી માટે આવ્યા હતા. તેમજ રાત્રિના સમયે રેલવે સ્ટેશન પર રાતના સમયે ફરવા ગયા હતા. તે દરમિયાન આ કરૂણ ઘટના બની હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક યુવકનું નામ પ્રકાશ મંગલ સુનાર હોવાનું સામે આવ્યું છે. પ્રકાશ મંગલ સુનાર 19 વર્ષનો હતો અને તે મૂળ નેપાળના ચિતવનથી સુરત રોજગારી માટે આવ્યો હતો. મૃતક યુવક તેના ભાઈ સાથે રોજગારી માટે બે દિવસ પહેલા જ સુરત આવ્યો હતો અને તે સચિન વિસ્તારમાં વીડિયો બનાવવા જતા ટ્રેન અડફેટે આવી જતા મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું, આ સમગ્ર મામલે સચિન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ   પણ વાંચો: Gir somnath: તમિલ સંગમની પ્રથમ બેચ સોમનાથના કરશે દર્શન, સોમનાથ મંદિર ખાતે યોજાનારા ડ્રોન શો સહિતના વિવિધ કાર્યક્રમની તૈયારીઓ શરૂ

રીલ્સ બનાવવાની ઘેલછાં રાખતા યુવાધન માટે લાલબતી સમાન ઘટના

હાલના સમયમાં યુવાધનને સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે રીલ્સ બનાવવાનું ઘેલું લાગ્યું છે, પરંતુ ક્યારેક રીલ્સ બનાવવા જતી વેળાએ સ્ટંટ કરવાના ચક્કરમાં લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે અને આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે, જેમાં સચિન રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેક ઉપર વીડિયો બનાવવા જતા ટ્રેનની અડફેટે યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

હાલના સમયમાં સોશિયલ મીડિયાનો જમાનો છે અને હાલના સમયમાં યુવાધનને સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે શોર્ટ વીડિયો, રીલ્સ બનાવતા હોય છે અને આવા રીલ્સ બનાવતી વખતે જીવના જોખમે સ્ટંટ પણ કરતા હોય છે, પરંતુ ક્યારેક આ સ્ટંટ જીવલેણ સાબિત થાય છે ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી હતી.

વીડિયો બનાવવાની લ્હાયમાં ગયો યુવાનનો જીવ

મળતી માહિતી મુજબ સુરતના સચિન રેલવે સ્ટેશન નજીક ટ્રેક ઉપર એક યુવક વીડિયો બનાવવી રહ્યો હતો. વીડિયો બનાવવાના ચક્કરમાં તે એટલો મશગુલ થઈ ગયો હતો કે ટ્રેને અડફેટમાં લીધો હતો અને ગંભીર ઈજાઓ થતા તે મોતને ભેટ્યો હતો યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે આ ઘટના યુવાધન માટે લાલબતી સમાન ઘટના છે. હાલના સમયમાં યુવાધનને રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરીને ફેમસ થવાની ઈચ્છા હોય છે જે માટે  તેઓ જીવનું જોખમ લેતા પણ અચકાતા નથી. સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે જે રીલ્સ બનાવતા હોય છે અને સ્ટંટ કરતા હોય છે ત્યારે આ ઘટના યુવાનો માટે લાલબતી સમાન સાબિત થઇ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">