AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ઓરિસ્સાથી ગાંજો લાવવાનો પ્રયાસ, કતારગામ પોલીસે 30 લાખનો ગાંજો ઝડપ્યો

સુરતના(Surat) કતારગામ પોલીસે રેલવે સ્ટેશન નજીક આવેલ ઉત્કલન નગરમાંથી રેડ કરીને 30 લાખથી વધુના ગાંજાના જથ્થા સાથે બે લોકોને ઝડપી પાડ્યા અને ગાંજો સપ્લાય કરનાર મુખ્ય વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી પોલીસે તમામ મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે

Surat : ઓરિસ્સાથી ગાંજો લાવવાનો પ્રયાસ, કતારગામ પોલીસે 30 લાખનો ગાંજો ઝડપ્યો
Surat Drugs Seized By Police
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 28, 2022 | 4:13 PM
Share

સુરતના(Surat) કતારગામ પોલીસે રેલવે સ્ટેશન નજીક આવેલ ઉત્કલન નગરમાંથી રેડ કરીને 30 લાખથી વધુના ગાંજાના જથ્થા સાથે બે લોકોને ઝડપી પાડ્યા અને ગાંજો સપ્લાય કરનાર મુખ્ય વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી પોલીસે તમામ મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત પોલીસ કમિશ્નર દ્રારા “ NO Drugs In Surat City”અભિયાન ચાલુ કરવામા આવેલ જે અંતર્ગત શહેરના અલગ અલગ પોલીસ વિભાગ ડ્રગ્સ અને પદાર્થ પકડી પાડવા માટે સતત પ્રયાસ કરતી હોય છે ત્યાં કતારગામ પોલીસને ખાનગી રહે માહિતી મળી હતી કે રેલ્વે સ્ટેશન નજીક આવેલ ઉત્કલન નગર ઝુપડપટ્ટીની અંદર મોટા પ્રમાણમાં ઓરિસ્સાથી ગાંજો લાવી અને મૂકવામાં આવ્યો છે તે માહિતીના આધારે કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઇ ડિસ્ટર્બ પીએસઆઇ અને માણસોની ટીમ રાત્રિના સમયે ઉત્કલન નગર પહોંચી અને એક ઘરની અંદર પડેલા ગાંજાને ચારે બાજુથી કેરી લઈ અને આ રેડ કરવામાં આવી હતી. રેડ કરતા ની સાથે જ 30 લાખથી વધુનો એટલે કે 300 કિલો નશીલા ગાંજો નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

બંને દિવાલોની વચ્ચે પતરાની આડમા બનાવેલ ચોર ખાનામાં રેડ કરી હતી

કતારગામ પોલીસે બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે કતારગામ જીઆઇડીસી રેલ્વે પટરી પાસે આવેલ ઉત્કલનગર ઝુપડપટ્ટીમા બંધ પડી રહેલ ખોલીઓ પૈકી બીલપડા ગલીમા છેલ્લેથી ચોથી ખોલીની તથા તેની પાછળની ખોલીની બંને દિવાલોની વચ્ચે પતરાની આડમા બનાવેલ ચોર ખાનામાં રેડ કરી હતી ત્યાં આરોપીઓ મુન્ના કોગ્રેસ પાંડી અને દિપક ઉર્ફે આલોક અશોકકુમાર પાંડી નાઓને ઝડપીએ પાડવામાં આવ્યા હતા અને ત્યાં થી કુલ 305  કિલો 860 ગ્રામ ગાંજાના જથ્થો જેની કિંમત રૂપીયા 30,58, 600  અને મોબાઈલ નંગ-02  મળી તમામ મુદામાલ સાથે પકડી પાડી NDPSનો ગણના પાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ હતી વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ગાંજાનો જથ્થો પુરો પાડનાર આરોપી નીલુ સાનીયાના જે ઉત્કલનગર ઝુપડપટ્ટીમાં રહે અને મૂળ ઓરિસ્સાને વોન્ટેડ જાહેર કર્યો છે.

આરોપીના  નામ

(૧) મુન્ના કોગ્રેસ પાંડી ઉ.વ. ૨૨ રહેવાસી- બીલ્ડીંગ નંબર-૨૬૪, એ/૧૨, એચ-૪ કોસાડ આવાસ અમરોલી સુરત મુળ રહે.સચીના ગામ, થાના- કોદલા પોસ્ટ- ગોરાધીપુર જી-ગંજામ, ઓરીસ્સા રાજ્ય તથા

(૨) દિપક ઉર્ફે આલોક અશોકકુમાર પાંડી ઉ.વ. ૧૮ રહેવાસી-અંબાજી મહોલ્લો, ઉત્કલ નગર ઝુપડપટ્ટી, કતારગામ સુરત મુળ રહે.સચીના ગામ, થાના-કોદલા પોસ્ટ- ગોરાધીપુર જી-ગંજામ,ઓરીસ્સા રાજ્ય

વોન્ટેડ આરોપી

આરોપી નીલુ સાનીયા નાહક રહે.ઉત્કલનગર ઝુપડપટ્ટી, કતારગામ સુરત મુળરહે સચીના ગામ, થાના-કોદલા પોસ્ટ- ગોરાધીપુર જી-ગંજામ,ઓરીસ્સા રાજય

જ્યારથી ગુજરાત ગૃહ વિભાગ અને સાથો સાથ સુરત પોલીસના કમિશનર અજયકુમાર તો અમર જ્યારથી ચાર સંભાળે છે ત્યારથી તેમનો મુખ્ય ટાર્ગેટ થયો છે કે સુરત શહેરની અંદર નસીલા પદાર્થ એટલે કે ડ્રગ્સ ગાંજો શહીની અંદર સપ્લાય કરતા મુખ્ય ઈસુમોને કમર તોડવા માટે કામે લાગી ગયા હતા સૌ પ્રથમ તો ઓરિસ્સાથી રેલવે મારફતે સુરતમાં આવતા ગાંજાના મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેમની મિલકત ટાંચમાં લેવા માટેની પણ કાર્ય હોય સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે.

ત્યારબાદ ફરી એક વખત આટલો મોટા પ્રમાણમાં ગાંજો શહેરમાં લાવવાનો પ્રયાસ કરતા જ સાથે કતારગામ પોલીસે ઝડપી પાડી અને પકડી પાડ્યા છે હવે ફરી આ ગાંજાનો સપ્લાય કોણ કરે છે અને કોના મારફતે કરવામાં આવે છે તેની તપાસ કતારગામ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેથી આવનારા દિવસોની અંદર આ લોકો ફરીથી સુરત શહેરમાં ગાંજો સપ્લાય ના કરી શકે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">