Gir somnath: તમિલ સંગમની પ્રથમ બેચ સોમનાથના કરશે દર્શન, સોમનાથ મંદિર ખાતે યોજાનારા ડ્રોન શો સહિતના વિવિધ કાર્યક્રમની તૈયારીઓ શરૂ
તા.17થી 30 એપ્રિલ દરમ્યાન સોમનાથ તીર્થક્ષેત્રમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. તેમાં સહભાગી થવા અને ભગવાન સોમનાથ સહિત દ્વારિકાધીશના દર્શનનો લાભ લેવા મદુરાઇથી તા.14 એપ્રિલથી વિશેષ ટ્રેનની શરૂઆત થશે. જેમાં અંદાજે 250 થી 300 વ્યક્તિઓની એક-એક બેચ ગુજરાત આવશે.
ગીર સોમનાથ ખાતે આવેલા સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તમિલનાડુમાં સ્થાયી થયેલા અને મૂળ સૌરાષ્ટ્રના લોકોની પ્રથમ બેચ આ સંગમ કાર્યક્રમ અતર્ગત ગીર સોમનાથના પવિત્ર જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આવી પહોંચશે.
વેરાવળ ખાતે કરવામાં આવશે ભવ્ય સ્વાગત
તમિલ સંગમ અંર્તગત પ્રથમ બેચ આવશે તેનું વેરાવળ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ અંગે ગીરસોમનાથ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિવિધ સમિતિ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 17 એપ્રિલે સોમનાથ આવનારી પ્રથમ બેચ સોમનાથ આવ્યા બાદ તેમનું વેરાવળ રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે તેમજ મહેમાનો સોમનાથ ખાતે દર્શન કરશે તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળશે. સાથે સાથે સૌરાષ્ટ્ર-તમિલના અનુબંધને રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 એપ્રિલનો ગુજરાત પ્રવાસ રદ, તમિલસંગમનો કરાવવાના હતા પ્રારંભ, આ કારણોથી પ્રવાસ રદ
સોમનાથ મંદિર ખાતે યોજાશે ડ્રોન શો
પ્રથમ દિવસે મહેમાનોને ભવ્ય ડ્રોન શો પણ દર્શાવવામાં આવશે.સાથે સાથે પ્રભાસક્ષેત્રમાં આવેલા સાંસ્કૃતિક સ્થળોની પણ સાઈટ વિઝીટ કરશે. તેમજ હેન્ડલૂમ-હેન્ડક્રાફ્ટ એક્સપો તેમજ કઠપૂતળી શોનું ભવ્ય આયોજન પણ થશે. તો રોકાણના બીજા દિવસે દિવસે ગીર દેવળીયા પાર્કની સફારી મુલાકાત અંગેનું આયોજન કરાશે.
ત્રીજા દિવસે દ્વારકાધીશ- નાગેશ્વર તેમજ શિવરાજપુર બીચની પણ લેશે મહેમાનો મુલાકાત લેશે.
તાજેતરમાં જ મુખ્યમંત્રીએ આ અંગે બેઠક પણ કરી હતી.
મુખ્યમંત્રીની આગેવાનીમાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સાથે સંકલનમાં રહીને વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા સૌરાષ્ટ્ર તમિલ સંગમને એક ભારત શ્રેષ્ઠ ભારતના મહાસંગમ તરીકે ઉજવવાનું સમયબદ્ધ અને વિસ્તૃત આયોજન કર્યુ છે. આ સમગ્ર આયોજનની ઝીણવટપૂર્વક ચર્ચા-વિચારણા અને સુદ્રઢ આયોજન માટે મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ કુટિર ઉદ્યોગ મંત્રી જગદિશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ ઉપસ્થિત હાજર રહ્યા હતા.
વિવિધ રમતોનું પણ આયોજન
તા.17થી 30 એપ્રિલ દરમ્યાન સોમનાથ તીર્થક્ષેત્રમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. તેમાં સહભાગી થવા અને ભગવાન સોમનાથ સહિત દ્વારિકાધીશના દર્શનનો લાભ લેવા મદુરાઇથી તા.14 એપ્રિલથી વિશેષ ટ્રેનની શરૂઆત થશે. જેમાં અંદાજે 250 થી 300 વ્યક્તિઓની એક-એક બેચ ગુજરાત આવશે. સોમનાથ આવનારા સૌ યાત્રિકો માટે સોમનાથના સમુદ્રકિનારે વિવિધ રમતોનું પણ આયોજન થવાનુ્ં છે. જેમાં ખાસ કરીને કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, વોલીબોલ જેવી મનોરંજક અને પારંપારિક રમતોનું પણ આયોજન કર્યું છે.
વિથ ઇનપુટ; યોગેશ જોષી, ગીર સોમનાથ ટીવી9
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…