Surat : સરથાણામાં થયેલા ફાયરિંગ કેસમાં નવો ફણગો ફૂટ્યો, પત્નીને ત્રાસ આપતો હોવાથી સાઢુભાઇએ જ કરાવ્યું હતું ફાયરિંગ
અર્ચનાબેનને સંતાનમાં (Child ) બીજો પુત્ર પ્રાપ્ત થયા બાદ હિરેનભાઇ તેઓની સાથે મારઝૂડ કરી ત્રાસ આપતા હતા. જે અંગે તેઓએ અનિલભાઇને વાત કરીને પોતાના પતિને સમજાવવા માટે કહ્યું હતું.

સુરતના સરથાણામાં (Sarthana ) ટેક્સટાઇલના વેપારી (Traders ) ઉપર ફાયરીંગ કરવાની ચકચારીત ઘટનામાં ત્રણ દિવસના અંતે પોલીસે (Police ) ઇજાગ્રસ્ત વેપારીના કૌટુંબિક સાઢુભાઇને પકડી પાડ્યા હતા. વેપારી તેની પત્નીને ત્રાસ આપતો હોવાથી તેની અદાવત રાખીને સાઢુભાઇએ જ વેપારીને ધમકાવવા માટે પોતાની ફેક્ટરીમાં ભૂતકાળમાં કામ કરી ચૂકેલા બે યુવકોને વેપારી પર ફાયરિંગ કરવા રૂા.60 હજારમાં સોપારી આપી હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે સાઢુભાઇની ધરપકડ કરીને ફાયરીંગ કરનારા બે યુવકોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરતના સરથાણા વિસ્તારમાં શુક્રવારે સવારના સમયે મોર્નિંગ વોક ઉપર નીકળેલા ટેક્સટાઇલ વેપારી હિરેનભાઇ મોરડીયાની ઉપર ફાયરીંગ કરીને હત્યાનો પ્રયાસ થયો હતો.સ્પોર્ટ્સ બાઇક ઉપર આવેલા બે યુવકો ફાયરીંગ કરીને ફરાર થયા હતા. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઇને સીસીટીવી ફૂટેજથી તપાસ આરંભી હતી. પ્રારંભીક તપાસમાં ફાયરીંગ કરનારા બે યુવકો કામરેજ તરફ ભાગી જતા નજરે પડ્યા હતા.
આ ઉપરાંત પોલીસે અન્ય ચેક કરેલા સીસીટીવી ફૂટેજમાં જ્યાં ફાયરીંગ થયું ત્યાં એક હોન્ડા ગાડી અવરજવર કરતી હોવાનું જણાયું હતું. પોલીસે આ ગાડીના માલિક અને મોટા વરાછા રાધે રો હાઉસમાં રહેતા અનિલ રમણીકભાઇ કાકડીયાને પોલીસ મથકે બોલાવીને પુછપરછ કરી હતી. અનિલભાઇ તેમજ હિરેનભાઇ સંબંધમાં કૌટુંબિક સાઢુભાઇ થાય છે, ઉત્રાણથી સરથાણા શ્યામધામ ચોક પાસે તેઓ વહેલી સવારે શા માટે આવ્યા તેને લઇને પોલીસની કડક પુછપરછમાં અનિલભાઇ ભાંગી પડ્યા હતા અને તેઓએ જ પોતાના બે માણસોને રૂા.60 હજારમાં હિરેનભાઇને ધમકાવવા માટે સોપારી હોવાનું કબુલ્યું હતું.
અનિલભાઇએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, હિરેનભાઇની પત્ની અર્ચનાબેન ઓનલાઇન ટ્રેડીંગનો વેપાર કરતા હોવાથી અર્ચનાબેન અને અનિલભાઇ બંને વચ્ચે અવારનવાર વાતો થતી હતી. અર્ચનાબેનને સંતાનમાં બીજો પુત્ર પ્રાપ્ત થયા બાદ હિરેનભાઇ તેઓની સાથે મારઝૂડ કરી ત્રાસ આપતા હતા. જે અંગે તેઓએ અનિલભાઇને વાત કરીને પોતાના પતિને સમજાવવા માટે કહ્યું હતું.
જેને લઇને હિરેનભાઇએ કીમ પાસે આવેલી કેમીકલની ફેક્ટરીમાં અગાઉ કામ કરી ચૂકેલા બે શૂટરોને બોલાવ્યા હતા અને તેઓને રૂા.60 હજાર આપીને હિરેનભાઇને ધમકાવવા માટે કહ્યું હતું. શુક્રવારે વહેલી સવારે હિરેનભાઇ ચાલવા નીકળ્યા ત્યારે અનિલભાઇ ઉત્રાણથી ફોરવ્હીલર લઇને આવ્યા હતા. પોલીસે આ અનિલભાઇની ધરપકડ કરીને ફાયરીંગ કરનારા રાજુ વાઘજીયા ક્લેશ તથા લાલુ ઉર્ફે રણજીત જામદરીયા તોમરને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.