Gandhinagar: સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે 2 વર્ષમાં દીપડાના હુમલામાં 27 માનવ મૃત્યુ, સિંહના હુમલામાં 7 માનવ મૃત્યુ થયા

વન્ય પ્રાણીઓના હુમલામાં થયેલા મોતમાં સિંહ દ્વારા થયેલા માનવ મૃત્યુમાં સરકાર દ્વારા કુલ 33 લાખની સહાય કરવામાં આવી હતી તેમજ ઇજાગ્રસ્તો માટે 22 લાખ 74 હજારની સહાયની ચુકવણી કરવામાં આવી હતી.

Gandhinagar: સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે 2 વર્ષમાં દીપડાના હુમલામાં 27 માનવ મૃત્યુ, સિંહના હુમલામાં 7 માનવ મૃત્યુ થયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 5:42 PM

ગુજરાત રાજ્યમાં ગીરનું જંગલ, અમરેલી , ધારીનો વિસ્તાર એશિયાટિક લાયન માટે જાણીતો છે તેમજ અન્ય વન્ય પશુઓ પણ અહીં નિર્ભિક રીતે ફરે છે. જોકે વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું હતું કે છેલ્લા બે વર્ષમાં સિંહ દ્વારા માનવો ઉપર કરવામાં આવેલા હુમલામાં છેલ્લા બે વર્ષમાં 7 માનવમૃત્યુ થયા હતા. તેમજ 40 માનવીઓને ઈજા થઈ હતી તો દીપડાએ કરેલા હુમલામાં છેલ્લા બે વર્ષમાં 27 માનવ મૃત્યુ થયેલા છે. તેમજ 189 લોકોને ઈજા થઈ હતી.

વન્ય પ્રાણીઓના હુમલામાં થયેલા મોતમાં સિંહ દ્વારા થયેલા માનવ મૃત્યુમાં સરકાર દ્વારા કુલ 33 લાખની સહાય કરવામાં આવી હતી તેમજ ઈજાગ્રસ્તો માટે 22 લાખ 74 હજારની સહાયની ચુકવણી કરવામાં આવી હતી. તેમજ દીપડાના હુમલામાં થયેલા મૃત્યુમાં 1 કરોડ 20 લાખની સહાય આપવામાં આવી હતી. તેમજ ઇજાગ્રસ્તોને કુલ 12 લાખ 33 હજાર 300 રૂપિયાની સહાય ચુકવવામાં આવી હતી.

મધ્ય ગુજરાતમાં દીપડાની રંજાડ વધારે

નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી દીપડાની રંજાડ વધી છે અને પંચમહાલ, દાહોદ, નસવાડી જેવા વિસ્તારમાં અવાર નવાર દીપડા લોકોને શિકાર બનાવતા હોવાની ઘટનાઓ સામે આવી હતી. ખાસ તો દીપડાઓએ બાળકોનો શિકાર કર્યો હોવાની ઘટના વધારે સામે આવી છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

તો સામાન્ય રીતે સિંહ માણસો ઉપર હુમલો કરતા નથી, પરંતુ જો સિંહ માનવભક્ષી  થઈ જાય  તો તે અચૂક મનુષ્યો ઉપર હુમલા કરે છે. જોકે સરકારે આપેલા આંકડા પ્રમાણે જોઈએ તો સિંહ કરતા દીપડા વધારે હિંસક જણાય છે.

વિધાનસભામાં ડ્રગ્સના મુદ્દે પણ થઈ ચર્ચા

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ દરિયાકાંઠેથી મળતા ડ્રગ્સ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પર થયેલી કાર્યવાહી અંગે જવાબ આપ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 4 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે અને ગુજરાતમાં ડ્રગ્સ મુદ્દે થયેલી કાર્યવાહી મામલે પાકિસ્તાન સુધી ફફડાટ ફેલાયો છે.

તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત પોલીસ સક્ષમ રીતે કામ કરી રહી છેઅને પોલીસે તેમની અસરકારક કામગીરી કરતા ન માત્ર ગુજરાતમાંથી પરંતુ કોલકાતાથી પણ ડ્રગ્સ પકડ્યું છે. લોકોના ઘર સુધી ડ્રગ્સ પહોંચે નહીં તે માટે સરકાર અને પોલીસે કામ કર્યું છે. નોંધનીય છે કે ગત વર્ષે ગુજરાતમાં ગીર સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, પોરંબદર સહિતના  દરિયાકાંઠેથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હતું.

g clip-path="url(#clip0_868_265)">