Surat: ગ્લેન્ડર રોગના પગલે 6 અશ્વોને દયામૃત્યુ આપવાનો નિર્ણય ! માણસમાં પણ આ રોગ ફેલાતો હોવાથી તંત્ર સતર્ક

અશ્વમાંથી આ રોગ માનવામાં પણ આવી શકે છે. ખાસ કરીને ગ્લેન્ડર રોગમાં પોઝિટિવ આવ્યા હોય અને અશ્વની ખૂબ જ નજીક રહેતા હોય એવા વ્યક્તિમાં આ રોગ પ્રવેશી શકે છે. જેથી લાલ દરવાજા વિસ્તારમાં પાંચ કિલોમીટર સુધીના અંતરમાં અવરજવર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Surat: ગ્લેન્ડર રોગના પગલે 6 અશ્વોને દયામૃત્યુ આપવાનો નિર્ણય ! માણસમાં પણ આ રોગ ફેલાતો હોવાથી તંત્ર સતર્ક
સુરતમાં અશ્વોમાં ફેલાયો ગ્લેન્ડર રોગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 8:29 AM

સુરતમાં અશ્વોમાં ગ્લેન્ડર રોગ દેખા દેતા અશ્વ પાલકો ચિંતાતુર બની ગયા છે. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વોમાં ગ્લેન્ડર નામનો રોગ ફેલાતા મોટી આફત આવી પડી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ગ્લેન્ડર નામના રોગને કારણે અશ્વ ઉપર જીવનું જોખમ ઊભું થયું છે. અશ્વોમાં ગંભીર બીમારી ગણાતો ગ્લેન્ડર રોગ જોવા મળ્યો છે જેના પગલે 6 અશ્વોને મારી નાંખવાની ફરજ પડી છે આ બાબતે અશ્વ માલિકોની ચિંતામાં વધારો થયો છે અને તેઓ ધર્મ સંક્ટમાં આવી પડ્યા છે.

પશુ ચિકિત્સકોએ લીધેલા સેમ્પલના આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. માત્ર લાલ દરવાજા વિસ્તારમાં 150 કરતાં વધુ અશ્વોના સેમ્પલ લેવાના શરૂ કરાયા છે. એટલું જ નહીં આ રોગ પશુમાંથી મનુષ્યમાં ન ફેલાય તે માટે તંત્રએ આ વિસ્તારના પશુઓને બહાર લઈ જવા પર પ્રતિબંધ લાદી દીધો છે. મહાનગર પાલિકાએ તકેદારીના ભાગરૂપે સર્વેલન્સ શરૂ કરી ગ્લેંડર પોઝિટિવ આવેલા અશ્વો પાળનારાં પરિવારજનોનો સેમ્પલ લેશે. તેમજ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલી આપશે.

એવી શક્યતા છે કે, અશ્વમાંથી આ રોગ માનવામાં પણ આવી શકે છે. ખાસ કરીને ગ્લેન્ડર રોગમાં પોઝિટિવ આવ્યા હોય અને અશ્વની ખૂબ જ નજીક રહેતા હોય એવા વ્યક્તિમાં આ રોગ પ્રવેશી શકે છે. જેથી લાલ દરવાજા વિસ્તારમાં પાંચ કિલોમીટર સુધીના અંતરમાં અવરજવર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

નાયબ પશુપાલન નિયામક મયૂર ભીમાણીએ કહ્યું હતું કે ગ્લેન્ડર રોગ અશ્વકુળના ગદર્ભ, અશ્વ અને ખચ્ચર વગેરે પશુઓમાં ફેલાય છે. આ રોગમાં બેક્ટેરિયાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને પશુને ખૂબ વધુ તાવ આવી જાય છે .તેમજ ચામડી ઉપર ચાંદા જેવાં લક્ષણો દેખાય છે. જે અશ્વમાં ખાંસીનો પ્રકાર હોય તેમાં પણ આ લક્ષણ દેખાય શકે છે. વધુમાં તેમણે કહ્યું કે આ રોગમાં અન્ય અશ્વો પણ વધુ પોઝિટિવ થઈ શકે છે. તેમજ માનવોમાં પણ આ રોગનાં લક્ષણ દેખાઇ શકે છે. જેથી ખૂબ જ ગંભીર બાબત છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">