AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: વાલી માટે લાલબતી સમાન કિસ્સો, રમતા રમતા ગળે ફાંસો લાગી જતા 5 વર્ષીય બાળકીનું થયું મોત

વાલીઓ પોતાના બાળકોને ઘરમાં રમતા મુકીને પોતાના કામમાં વ્યસ્ત થઇ જતા હોય છે ત્યારે વાલીઓ માટે સુરતમાં એક લાલબતી સામન કિસ્સો સામે આવ્યો છે. રમતી બાળકીને અચાનક ગળેફાંસો લાગી જતાં મોતની ઘટના બની છે.

Surat: વાલી માટે લાલબતી સમાન કિસ્સો, રમતા રમતા ગળે ફાંસો લાગી જતા 5 વર્ષીય બાળકીનું થયું મોત
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 25, 2023 | 4:29 PM
Share

Surat: વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં હાથમાં ફોન લઈને ઘરમાં રમી રહેલી બાળકીને દોરી પર સૂકવવા માટે મુકેલો ગમછાનો ફાંસો લાગી જતા મોતને ભેટી છે. દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

વાલીઓ પોતાના બાળકોને ઘરમાં રમતા મુકીને પોતાના કામમાં વ્યસ્ત થઇ જતા હોય છે ત્યારે વાલીઓ માટે સુરતમાં એક લાલબતી સામન કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ અમરોલી કોસાડ આવાસ પાસે રહેતા મનોજ કુમાર જૈના મૂળ ઓરિસ્સાના વતની છે મનોજ જૈના લુમ્સના કારખાનામાં કામ કરે છે. તેમને સંતાનમાં 5 વર્ષની દિકરી એસ્પીતા હતી.

ગત 21મીના રોજ તેઓ કામ અર્થે બહાર ગયા હતા અને તેઓની પત્ની ઘરમાં રસોઈ કરી રહી હતી આ દરમ્યાન તેઓની 5 વર્ષીય દીકરી ઘરમાં રમી રહી હતી તે દરમ્યાન બારી પાસે બાંધેલી દોરી પર ગમછો સુકવવા નાંખેલો હતો. રમતા રમતા કોઈક રીતે તેણે ગમછો ગળામાં લપેટી લીધો હતો અને પગ લપસી જતા તેને ફાંસો લાગી ગયો હતો.

દીકરી બેભાન થઇ જતા પરિવારજનો તેણીને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ત્રણ ખાનગી હોસ્પિટલ બાદ બાળકીનું મોત થયું હતું. આ મામલે અમરોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે આ પ્રકારની ઘટના વાલીઓ માટે લાલબતી સમાન છે. ઘરમાં બાળકોને રમતા મૂકીને કામમાં વ્યસ્ત થઇ જતા વાલીઓએ આ પ્રકારની ઘટનાઓ પરથી પોતાના બાળકોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી બન્યું છે.

આવી જ ઘટના સુરતમાં બની હતી જેમાં ઘરઆંગણે ભરાયેલા પાણીમાં ડૂબવાથી બાળકીનું મોત થયું છે. ઘરઆંગણે પાણીમાં રમતી 3 વર્ષીય બાળકીનું પાણીમાં ડૂબતાં આ ઘટના બની છે. જે ઘટનામાં મોત થયું છે. મહુવાના તરસાડી ખાતે આ ઘટના બની છે. પાણીમાં રમતા રમતા બાળકી પડી જતા મોત થયુ છે. બાળકીને ગંભીર હાલતમાં બારડોલીની હોસ્પિટલમાં ખસેડાયી હતી. ફરજ પર હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરતા પરિવાર આક્રંદ કરતું જોવા મળ્યું.

આ પણ વાંચો : અમદાવાદમાં 13 વર્ષીય કિશોર અને સુરતમાં 3 વર્ષીય બાળકીનું પાણીમાં ડૂબવાથી થયું મોત, જુઓ Video

આવી ઘટનાઓને લઈ બાળકોના વાલીઓને ચેતવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ઘરમાં રમતા બાળકો પર સતત ધ્યાન રાખવુ. જો બાળક નાનું હોય તો તેનું ધ્યાન રાખવા ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ હજાર જરૂર હોવું જોઈએ. જેથી કરી આવા અકસમતોની ગતના નહિ બને.

સુરત સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">