Breaking News: અમદાવાદમાં 13 વર્ષીય કિશોર અને સુરતમાં 3 વર્ષીય બાળકીનું પાણીમાં ડૂબવાથી થયું મોત, જુઓ Video
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં તળાવમાં ડૂબવાથી કિશોરનું મોત થયુ છે. જોકે બીજી તરફ સુરતમાં ઘરઆંગણે ભરાયેલા પાણીમાં ડૂબવાથી બાળકીનું મોત થયુ છે.
સુરતમાં ઘરઆંગણે ભરાયેલા પાણીમાં ડૂબવાથી બાળકીનું મોત (Girl dies due to drowning in water) થયું છે. ઘરઆંગણે પાણીમાં રમતી 3 વર્ષીય બાળકીનું પાણીમાં ડૂબતાં આ ઘટના બની છે. જે ઘટનામાં મોત થયું છે. મહુવાના તરસાડી ખાતે આ ઘટના બની છે. પાણીમાં રમતા રમતા બાળકી પડી જતા મોત થયુ છે. બાળકીને ગંભીર હાલતમાં બારડોલીની હોસ્પિટલમાં ખસેડાયી હતી. ફરજ પર હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરતા પરિવાર આક્રંદ કરતું જોવા મળ્યું.
આ પણ વાંચો : લો બોલો તથ્યએ 31st ડિસેમ્બરે પણ કર્યો હતો અકસ્માત, એક બાદ એક ખુલી રહ્યા છે નબીરાના કારસ્તાન!
બીજી તરફ અમદાવાદના ન્યૂ રાણીપના તળાવમાં ડૂબવાથી 13 વર્ષીય કિશોરનું મોત થયું છે. સરદાર ચોક પાસેના તળાવમાં 3 કિશોરો નહાવા પડ્યા હતા. ત્રણ કિશોરો પૈકી એક કિશોરનું તળાવમાં ડૂબવાથી મોત થયુ છે. ડૂબતા કિશોરનું સ્થાનિકોએ રેસ્ક્યૂ કરી સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. કિશોર સોલા સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત થયુ છે.
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
