Surat: સુરતમાં બીજા દિવસે 40,886 વ્યક્તિઓને રસી અપાઈ જેની સામે કોરોનાના ફક્ત 14 કેસ નોંધાયા

Vaccination ના મહાઅભિયાનમાં મંગળવારે પણ શહેરના 230 કેન્દ્રો પર સૌથી વધુ વેક્સિનેશન નોંધાયું હતું. તેની સાથે જ 16 મહિના બાદ સુરતમાં કોરોનાના ફક્ત 14 કેસ જ નોંધાયા હતા.

Surat: સુરતમાં બીજા દિવસે 40,886 વ્યક્તિઓને રસી અપાઈ જેની સામે કોરોનાના ફક્ત 14 કેસ નોંધાયા
File Photo
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 22, 2021 | 8:39 PM

Vaccination ના મહાઅભિયાનમાં મંગળવારે પણ શહેરના 230 કેન્દ્રો પર સૌથી વધુ વેક્સિનેશન નોંધાયું હતું. તેની સાથે જ 16 મહિના બાદ સુરતમાં કોરોનાના ફક્ત 14 કેસ જ નોંધાયા હતા. અગાઉ એપ્રિલમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ, હેલ્થ વર્કર, સિનિયર સિટીઝનોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ સંખ્યા અંદાજે 30 થી 40 હજાર જેટલી હોવાનું પાલિકાના અધિકારીઓનું કહેવું છે.

આ તમામના 83 દિવસો પૂરા થતા હોવાથી બીજો ડોઝ આગામી ગુરુ, શુક્ર અને શનિવારે અપાશે એટલે આ દિવસોમાં રસી લેનારાઓની સંખ્યા વધશે. મંગળવારે પણ સુરત શહેરમાં રેકોર્ડ બ્રેક રસીકરણ કરવામાં આવ્યું હતું. આંકડા પ્રમાણે જોવા જઈએ તો આજે 40,886 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. જેમાંથી 32,898 વ્યક્તિઓને પહેલો ડોઝ, જ્યારે 7988 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

ઝોન પ્રમાણે આંકડા જોઈએ તો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સેન્ટ્રલ ઝોનમાં 3786

વરાછા ઝોન એ માં 6095

વરાછા ઝોન બી માં 4817

રાંદેર ઝોનમાં 5470

કતારગામ ઝોનમાં 5650

લિંબાયત ઝોનમાં 4864

ઉધના ઝોનમાં 5406

અઠવા ઝોનમાં 4798

તે જ પ્રમાણે આજે નોંધાયેલા કોરોનાના દર્દીઓની સંખ્યા પર નજર કરીએ તો..

સેન્ટ્રલ ઝોનમાં 1

વરાછા ઝોન એ માં 2

વરાછા ઝોન બી માં 1

રાંદેર ઝોનમાં 3

કતારગામ ઝોનમાં 2

લિંબાયત ઝોનમાં 2

ઉધના ઝોનમાં 1

અઠવા ઝોનમાં 2

કુલ કોરોનાના 14 કેસો નોંધાયા છે. જેની સામે 61 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એકપણ દર્દીનું મોત થયું નથી. રિકવરી રેટ 97.33 % નોંધાયો છે. આમ કોરોનાના દર્દીઓની સંખ્યા સામે હવે વેકસિન લેનારા લોકોની સંખ્યા વધતા રાહતના સમાચાર સામે આવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">