AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : લીંબાયતમાં થયેલી 2.75 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, બે આરોપીની પોલીસે કરી ધરપકડ

સુરતના (Surat) લીંબાયત સ્થિત મંગલપાંડે હોલ પાસે સચ્ચેલાલ મોર્યા બેંક ઓફ બરોડાના ગ્રાહક સેવા કેન્દ્ર નામથી દુકાન ધરાવે છે. ગત 4 એપ્રિલના રોજ બપોરના 4 થી 5 વાગ્યાના અરસામાં તેઓની દુકાન પર ત્રણ ઈસમો ઘુસી આવ્યા હતા.

Surat : લીંબાયતમાં થયેલી 2.75 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, બે આરોપીની પોલીસે કરી ધરપકડ
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 08, 2023 | 5:51 PM
Share

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી મની ટ્રાન્સફરની દુકાનમાં હથિયાર બતાવી 2.75 લાખની લૂંટની ઘટનામાં ડીસીબી પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી છે. પોલીસે આ ઘટનામાં બે આરોપીને ઝડપી પાડ્યા છે. તેમજ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 24 હજાર તેમજ લૂંટમાં વપરાયેલી મોપેડ મળી કુલ 94 હજારની મત્તા કબજે કરી હતી.

આ પણ વાંચો-Breaking News: સુરતના આકાશગંગા એપાર્ટમેન્ટની લિફ્ટમાં 4 વ્યક્તિઓ ફસાયા, માસૂમ બાળક સહિત 4ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

બંદૂકની અણીએ થઇ હતી લૂંટ

સુરતના લીંબાયત સ્થિત મંગલપાંડે હોલ પાસે સચ્ચેલાલ મોર્યા બેંક ઓફ બરોડાના ગ્રાહક સેવા કેન્દ્ર નામથી દુકાન ધરાવે છે. ગત 4 એપ્રિલના રોજ બપોરના 4 થી 5 વાગ્યાના અરસામાં તેઓની દુકાન પર ત્રણ ઈસમો ઘુસી આવ્યા હતા અને સંચાલકના છાતી તથા લમણાના ભાગે પિસ્ટલ મુકીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ટેબલના ખાનામાંથી 2.75 લાખની રોકડ રકમ લૂંટી ભાગી છૂટ્યા હતા. લૂંટની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં ત્રણ ઈસમો મોપેડ લઈને આવ્યા હતા અને લૂંટ કરીને ભાગતા નજરે ચડ્યા હતા.

એટલું જ નહી લૂંટ કરીને ભાગતા સમયે લૂંટારુઓની મોપેડ પણ સ્લીપ મારી ગયી હતી, જયારે સંચાલક બહાર આવીને તેને પથ્થર મારી રોકતો હોવાનું દેખાયું હતું. આ બનાવની જાણ પોલીસને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે આ બનાવમાં ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

ક્રાઇમ બ્રાંચે આરોપીઓને ઝડપી લીધા

આ ઘટનામાં આરોપીને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ ઘટનામાં લૂંટને અંજામ આપનાર 22 વર્ષીય સોનુંકુમાર દાનપાલ વર્મા અને વેડરોડ વિસ્તારમાં રહેતા અને ચાઇનીઝની લારી ચલાવતા 21 વર્ષીય અભિષેકસિંગ ઉર્ફે ચાઇનીસ તેજબહાદુરસિંગને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી એક મોપેડ અને 24 હજારની રોકડ મળી કુલ 94 હજારની મત્તા કબજે કરી હતી. તેમજ ઝડપાયેલા આરોપી સોનુકુમાર વર્મા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે ભૂતકાળમાં તેની સામે સલાબતપુરા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીનો ગુનો પણ નોંધાયો હતો

પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે સન્ની ઉર્ફે પ્રધાન ડીંડોલી વિસ્તારમાં આવેલા બેંક ઓફ બરોડાના ગ્રાહક સેવા કેન્દ્ર નામની દુકાનમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે અગાઉ ગયો હતો, તે સમયે તેણે દુકાનમાં વધારે પ્રમાણમાં રૂપિયા જોયા હતા જેથી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો દરમ્યાન ગત 4 એપ્રિલના રોજ દુકાનની આજુ બાજુમાં રેકી કરી મોપેડ પર આવી સોનું વર્મા, સન્ની પ્રધાન અને અભિષેક ચાઇનીઝએ દુકાનમાં ઘુસી સન્ની ઉર્ફે પ્રધાને સંચાલકના માથા પર પિસ્ટલ મુકીને ટેબલના ખાનામાંથી રોકડા રૂપિયાની લૂંટ કરી હતી અને ત્યારબાદ નાસી છુટ્યા હતા

સુરત ક્રાઈમ બ્રાંચના પીઆઈ લલિત વેગડીયાએ જણાવ્યું હતું કે અગાઉ સલાબતપુરા વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી દુકાનમાં ડીસેમ્બર મહિનામાં 51 લાખની ચોરી થઇ હતી. જેમાં એક આરોપી સોનું વર્માને ઉતર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી. આ જ આરોપી જેલમાંથી છૂટી લીંબાયતમાં લૂંટને અંજામ આપ્યો હોવાની માહિતી મળતા જ આરોપીને પાંડેસરા વિસ્તારમાંથી બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં સની પ્રધાન નામનો ઇસમ માસ્ટર માઈન્ડ છે. તેને પકડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">