Breaking News: સુરતના આકાશગંગા એપાર્ટમેન્ટની લિફ્ટમાં 4 વ્યક્તિઓ ફસાયા, માસૂમ બાળક સહિત 4ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
સુરતના મજૂરા ગેટ વિસ્તારમાં આવેલા આકાશગંગા એપાર્ટમેન્ટની લિફ્ટમાં 4 વ્યક્તિઓ ફસાયા હતા. ફાયર બ્રિગેડે બાળક સહિત તમામને હેમખેમ બહાર કાઢતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સુરતના મજૂરા ગેટ વિસ્તારમાં આવેલા આકાશગંગા એપાર્ટમેન્ટની લિફ્ટમાં 4 વ્યક્તિઓ ફસાયા હતા. ફાયર બ્રિગેડે બાળક સહિત તમામને હેમખેમ બહાર કાઢતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરતના મજુરાગેટ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટની લિફ્ટ અધ્ધ વચ્ચે બંધ પડી જતા લિફ્ટમાં સવાર માસૂમ બાળક,મહિલા સહિત જૈન પરિવારના ચાર લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે ફાયરની ટીમ દ્વારા તમામનું રેસ્ક્યૂ કરતા પરિવારના લોકો તેમજ એપાર્ટમેન્ટના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
લિફટનો દરવાજો જાળીવાળો હોવાથી થઈ રાહત
ઘટનાની જાણ થતાં સ્થળ પર પોહચેલી ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી તમામને સુરક્ષિત રીતે બહાર કાઢયા હતા. જોકે લિફ્ટનો દરવાજો જાળીવાળો હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડી નહોતી.
ફાયર વિભાગની ટીમ દ્વારા લિફ્ટમાં ફસાયેલા 33 વર્ષીય રાકેશ જૈન, 63 વર્ષીય પુષ્પાબેન જૈન, 12 વર્ષીય ધવલ જૈન અને 2 વર્ષના દિનેશ જૈનને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.ફાયર વિભાગને કોલ મળતા ફાયર સ્ટાફ સમયસર ઘટના સ્થળે પોહચી ગયો હતો અને રાહત કામગીરી હાથ ધરી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
સુરતના મજુરાગેટ વિસ્તારમાં આવેલ આકાશગંગા એપાર્ટમેન્ટની લિફ્ટ બીજા માળે અધ્ધવચ્ચે એકાએક બંધ પડી જતા લિફ્ટની અંદર બે વર્ષના બાળક સહિત 4 લોકો ફસાઈ ગયા હતા. આ બનાવની જાણ એપાર્ટમેન્ટના લોકો દ્વારા સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી અને આ ઘટનાને પગલે મજૂરા ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો: Gujarati video: પાણીપુરીના ‘ચટાકા’ માટે BRTS ડ્રાઈવરે દોડતી બસ થંભાવી, જુઓ Viral video
ઘટના અંગે સુરત ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,એપાર્ટમેન્ટમાં આવેલી લિફ્ટ બીજા માળે અધ્ધ વચ્ચે બંધ પડી ગઈ હતી.લિફ્ટના મેઇન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું જેના કારણે આ ઘટના બની હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…