AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : 4 વર્ષમાં રખડતા ઢોરને લગતી 137 FIR નોંધાઇ, કતારગામ, સરથાણા, રાંદેરમાં ત્રણ મોટા ઢોર ડબ્બા બનાવવા કવાયત શરુ

સુરતમાં (Surat) ઢોર ડબ્બા બનાવવાની શરુઆત કતારગામ ઝોનથી કરાશે. રાંદેર અને સરથાણામાં ઢોર ડબ્બા બનાવાય તે માટે ઢોરડબ્બા દીઠ 3 હજારની કેપેસિટી રાખવા અંગે અને મોટી જગ્યા આઈડેન્ટિફાય કરવામાં આવી રહી છે. આ અંગેની દરખાસ્ત આગામી દિવસોમાં સ્થાયી સમિતિ સમક્ષ રજુ થશે.

Surat : 4 વર્ષમાં રખડતા ઢોરને લગતી 137 FIR નોંધાઇ, કતારગામ, સરથાણા, રાંદેરમાં ત્રણ મોટા ઢોર ડબ્બા બનાવવા કવાયત શરુ
રખડતા ઢોર પકડવા મનપા એક્શનમાં
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 12, 2022 | 5:28 PM
Share

ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા સતત વધી રહી છે. ગુજરાતના મોટા શહેરોમાં આ સમસ્યા જોવા મળી રહી છે ત્યાં સુરતમાં 4 વર્ષમાં ઢોરને લગતી 137 FIR કરવામાં આવી છે. તો કતારગામ, સરથાણા અને રાંદેરમાં 3 મોટા ઢોર ડબ્બા બનાવવા કવાયત શરૂ કરાઇ છે. જેની શરૂઆત કતારગામથી કરવામાં આવશે. હવે શાસકોની મંજુરી માટે દરખાસ્ત પણ રજુ થશે. સુરત પાલિકા આ સમસ્યાને લઈ વધુ કડક થઇ રહી છે.

ગુજરાતમાં રખડતાં ઢોરોની ઘણાખરાં વિસ્તારોમાં મોટી સમસ્યા જેમની તેમ રહી છે. ત્યારે ચૂંટણી પહેલાં કરેલી કાર્યવાહીમાં 222થી વધુ ગેરકાયદે તબેલાઓ ૫૨ કાર્યવાહી કરાઈ હતી અને 1500થી વધુ પશુઓને પકડ્યા હતાં. પાલિકા કાર્યવાહી તો કરે છે પરંતુ માલધારીઓ દ્વારા રેઢા છોડાયેલા રખડતાં પશુઓને રાખવા માટે મોટા ઢોર ડબ્બા જ નથી. જેના માટે કવાયત હાથ ધરાઈ છે.

ઢોર પાર્ટી પર હુમલાઓની ઘટનામાં પોલીસ ફરિયાદ

  • 2018-2019 માં 55 FIR
  • 2019–2020માં 38 FIR
  • 2020–2021માં 28 FIR
  • 2021-2022માં 16 FIR (અને 610થી વધુ NC ફરિયાદ)

સુરત શહેરમાં આ વિસ્તારોમાં વધુ સમસ્યા

સુરત શહેરમાં વરાછા, સરથાણા, પુણા, કાપોદ્રા, કુંભારિયા, રાંદેર, એલ.પી.સવાણી, હનિપાર્ક, જહાંગીરપુરા, અડાજણ ગામ, કતારગામ બાપા સીતારામ ચોક, કંતારેશ્વર મંદિર પાસે, વેડ-સિંગણપોર, અઠવા પીપલોદ-ડુમસ, અલથાણમાં ઢોરોનો ત્રાસ ઘણો છે.

ઢોર ડબ્બાની કેપેસિટી ૩ હજારથી વધુ રખાશે

ઢોર ડબ્બા બનાવવાની શરુઆત કતારગામ ઝોનથી કરાશે. રાંદેર અને સરથાણામાં ઢોર ડબ્બા બનાવાય તે માટે ઢોરડબ્બા દીઠ 3 હજારની કેપેસિટી રાખવા અંગે અને મોટી જગ્યા આઈડેન્ટિફાય કરવામાં આવી રહી છે. આ અંગેની દરખાસ્ત આગામી દિવસોમાં સ્થાયી સમિતિ સમક્ષ રજુ થશે. દોઢ વર્ષમાં 4700 જેટલા પશુપાંજરાપોળ મોકલાયાં વર્ષ 2021-22માં અત્યારે સુધીમાં પાલિકાએ 4700થી વધુ પશુઓને પકડીને પાંજરાપોળ અને ગૌ-શાળામાં ટ્રાન્સફર કર્યા હતાં. 3 હજાર પશુઓને રિલિઝ કર્યાં હતાં અને 68 લાખ જેટલો ચાર્જિસ વસૂલ્યો છે.

સરવેમાં 1753 તબેલા, એકલા જ 550 નિકળ્યા કતારગામમાં તબેલાઓ-પશુઓના અગાઉ થયેલા સર્વેમાં 51 હજારથી વધુ ગાય, બળદ, ભેંસો છે જ્યારે કુલ 1753 તબેલા છે. સૌથી વધુ 550 તબેલા માત્ર કતારગામ ઝોનમાં છે તેમાં 15,500 તો ગાય-ભેંસો છે તબેલાઓનું સૌથી વધુ ન્યુસન્સ છે. શહેરમાં તમામ ઝોન વિસ્તારોમાં 300થી વધુ તો નાના-મોટા ગેરકાયદે તબેલાઓ સામે પાલિકા દ્વારા ચૂંટણી અગાઉ કાર્યવાહી કરવામાં આવી હતી. તાજેતરના અભિયાનમાં 300 તબેલાઓ અને 1500 પશુઓને પકડ્યા હતાં.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">