AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સાયકલ ચોરી કરતા ૩ યુવકને SOGએ ઝડપ્યા, 2.14 લાખની કિમતનો મુદ્દામાલ કબજે લીધો

સુરત શહેરમાં સાયકલોની ચોરી કરતા ૩ ઈસમોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીની કુલ 2.14 લાખની કિમતની ચોરી કરેલી 42 નંગ સાયકલો અને સાયકલોની ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલી એક રીક્ષા પણ કબજે કરી હતી.

Surat : સાયકલ ચોરી કરતા ૩ યુવકને SOGએ ઝડપ્યા,  2.14 લાખની કિમતનો મુદ્દામાલ કબજે લીધો
Surat
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 05, 2023 | 1:21 PM
Share

Surat : સુરત શહેરમાં સાયકલોની ચોરી કરતા ૩ ઈસમોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીની કુલ 2.14 લાખની કિમતની ચોરી કરેલી 42 નંગ સાયકલો અને સાયકલોની ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલી એક રીક્ષા પણ કબજે કરી હતી. આરોપીઓની ધરપકડ થતા 5 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા

આ પણ વાંચો : Surat : પોલીસનો જીવદયા પ્રેમ જોઈ તમે પણ કહેશો, વાહ ખાખી વાહ, જુઓ Video

સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સાયકલોની ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેથી સુરત પોલીસ કમિશનરે આ બાબતને ગંભીરતાથી લઈને એસઓજીની ટીમને આ ટોળકીને ઝડપી પાડવા સુચના આપવામાં આવી હતી.

આ દરમિયાન એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગ કરતી હતી. તે દરમ્યાન એ.એસ.આઈ. હસમુખ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ભીમાભાઇને બાતમી મળી હતી. શહેરમાં સાયકલોની ચોરી કરતી ગેંગ અમરોલી કોસાડ વિસ્તાર પાસે ફરી રહી છે. બાતમીના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી આરોપી સનીયા સુદર્શન સવાઈ, પંચુભાઈ સુદર્શન સુબુધી અને ગૌતમ ઉર્ફે રામ અમુલ્ય પ્રધાનને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ મૂળ ઓરિસ્સાના વતની છે.

2.14 લાખની કિમતનો મુદ્દામાલ કબજે લીધો

પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીઓની મોંઘીદાટ 2.14 લાખની કિમતની 42 નંગ સાયકલ તથા સાયકલોની ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલી એક ઓટો રિક્ષા મળીને કુલ 2.64 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો

પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેઓ ત્રણેય ઓટો રીક્ષા લઈને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને શાળા, ટ્યુશન કલાસીસ, શોપિંગ મોલ તથા રહેણાંક વિસ્તારમાં ફરી જે સાયકલોના લોક ખુલ્લા હોય તેવી સાયકલની ચોરી કરતા હતા અને તેમની પાસેથી મળી આવેલી સાયકલો તેઓએ રાંદેર,ઉત્રાણ, અમરોલી, અડાજણ, સિંગણપોર, જહાંગીરપુરા વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસ તપાસમાં 5 ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા. પોલીસે હાલ ઝડપાયેલા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">