Surat: પે એન્ડ પાર્કની ઉઘરાણીને લઈ વિવાદ, કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પણ વચેટિયાઓ ઉઘરાવતા હતા રૂપિયા, જુઓ Video
પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોવા છતાં કેટલાક વચેટિયાઓ દ્વારા નાણાં ગેરકાયદે ઉઘરાવવામાં આવતા હોવાને લઈ લોકો એ કેટલાક વચેટિયાઓનો પર્દાફાશ થયો છે.
Surat: પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોવા છતાં કેટલાક વચેટિયા ચાર્જ વસૂલતા હોવાનું સામે આવ્યું હતું. આ વચેટિયાઓ રંગે હાથ ઝડપાયા. આ સમગ્ર ઘાટાને લઈ કડક તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો સામે આવે તેમ છે. લોકોની માગ છે કે સુરત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ આ બાબતે ગંભીરતાથી તપાસ કરવામાં આવે.
સ્થાનિકોનું કહેવું છે કે તપાસમાં પાલિકાના કર્મચારીઓ સાથે અન્ય બાહ્ય લોકો જે આ બાબતે મિલીભગત કરતા હોય તો તેમના નામો પણ સામે આવે તે જરૂરી છે. સાથે તેમની મિલકત બાબતે પણ સઘન તપાસ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ સમગ્ર બાબતને લઈ સુરત મહાનગરપાલિકાની તિજોરીને મોટા પાયે નુકશાન પહોંચ્યું છે.
પાલિકા દ્વારા પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યાં હતા. જે સમયે તમામ મિલકતોનું ભાડું કોન્ટ્રાકટરો દ્વારા પાલિકાને જમા કરાવવાનું હોય છે અને સમય મર્યાદા પૂર્ણ થયા બાદ કોન્ટ્રાકટર નાણાં ઉઘરવી શકતો નથી. તેમ છતાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પણ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવાતા હોવાનું સામે આવતા વચેટિયા તથી નાસી ગયાં હતાં.
સુરતના જિલ્લામ બોમ્બે માર્કેટ નજીકના બ્રિજ નીચે સુરત મહાનગર પાલિકાના પે એન્ડ પાર્કમાં રામ ધડૂક નામના વ્યક્તિ દ્વારા ઉઘરાણી અંગેના આરોપ લગાવવામાં આવ્યા. જેમાં તેમણે કહ્યું કે કોન્ટ્રાકટ પૂર્ણ થઇ ગયો હોવા છતાં SMC પાર્કિંગના રૂપિયા લેવામાં આવી રહ્યા છે. હજી પણ પાર્કિંગમાં પાર્ક કરાતી ગાડીઓના વચેટિયાઓ પાર્કિંગ નું ભલું ઉઘરાવી રહ્યા હોવાથી તેઓને રંગે હાથે ઝડપી લીધા હતા. રંગે હાથ પકડાયા બાદ વચેટીયાઓ સ્થળ પરથી ફરાર થયા છે.
આ પણ વાંચો : અમદાવાદથી વધુ એક વંદે ભારત એક્સપ્રેસ દોડશે, ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાંથી પસાર થશે, જાણો
સુરત વરાછા પોલીસ સ્ટેશનમાં આપના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક અરજી આપી લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધવા માગ કરી છે. રામ ધડૂકે કહ્યું કે, લોકોના રૂપિયા તંત્ર સુધી પહોંચે તે પહેલાજ વચેટિયા રૂપિયાની કટકી મારે છે. કોન્ટ્રાક્ટ પૂર્ણ થાય બાદ નવો કોન્ટ્રાક્ટ આપવો જોઈએ પરંતુ તેમ થયું નથી.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો