AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SMC : વર્ષ 2025 સુધીમાં કોર્પોરેશનનો 600 ઇલેક્ટ્રિક બસ દોડાવવાનો લક્ષ્યાંક

સુરત મહાનગરપાલિકાએ(SMC) તબક્કાવાર 56 ઇ બસ માટે ઓર્ડર કર્યા છે અને ત્યાર બાદ હાલમાં વધુ 150 ઇ બસ નો ઓર્ડર કર્યા છે. આમ 788 બસમાંથી પાલિકા 2025 સુધીમાં 600 ઇ બસ દોડતી કરી દેશે.

SMC : વર્ષ 2025 સુધીમાં કોર્પોરેશનનો 600 ઇલેક્ટ્રિક બસ દોડાવવાનો લક્ષ્યાંક
Corporation aims to run 600 electric buses by 2025(File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 9:59 AM
Share

સુરત શહેરમાં (Surat ) પર્યાવરણની જાળવણી તથા સરકારી ગ્રાન્ટનો લાભ મહત્તમ મળે તે માટે સુરત મહાનગરપાલિકા 2025 સુધીમાં સુરતના રસ્તા પર દોડતી બસમાંથી (Bus )600 ઇ બસ દોડાવવા માટે આયોજન કરી રહી છે. આ ઉપરાંત 2023 સુધીમાં સુરતના રસ્તા પર સામુહિક પરિવહન માટે જે બસ દોડે છે તેમાંથી 40 થી 60 ટકા ઇ બસ થઇ જાય તે માટે પાલિકા લક્ષ્યાંક રાખી રહી છે. આ માટે પાલિકા સરકારની વિવિધ યોજના હેઠળ ઇ બસ મેળવવા માટે કવાયત કરી રહી છે.

સુરતમાં લોકો વધુમાં વધુ સામુહિક પરિવહન સેવાનો ઉપયોગ કરે અને સામુહિક પરિવહન સેવા માં વધુમાં વધુ ઇ બસ દોડતી થાય તે માટે પાલિકા તંત્ર કામગીરી કરી રહી છે. સુરત શહેરના રસ્તા પર હાલ સીટી અને બીઆરટીએસ મળીને 788 બસ દોડી રહી છે પાલિકાએ તબક્કાવાર આ બસ ને ઇ બસમા ફેરવવા માટે આયોજન કરી રહી છે. સુરત મ્યુનિ. તંત્રએ પહેલા 150 બસ નો ઓર્ડર કર્યો હતો તેમાંથી કોરોનાના કારણે બસ પુરતી આવી નથી પરંતુ સુરતના રસ્તા પર ઇ બસ દોડી રહી છે.

સુરત મહાનગરપાલિકાએ તબક્કાવાર 56 ઇ બસ માટે ઓર્ડર કર્યા છે અને ત્યાર બાદ હાલમાં વધુ 150 ઇ બસ નો ઓર્ડર કર્યા છે. આમ 788 બસમાંથી પાલિકા 2025 સુધીમાં 600 ઇ બસ દોડતી કરી દેશે. જ્યારે પાલિકા 2023 સુધીમાં 788 બસમાથી 40 થી  60 ટકા ઇ બસ દોડે તેવું આયોજન કરી રહી છે. આ ઇ બસમાં પાલિકાને મોટો ફાયદો થવા જઇ રહ્યો છે કંપની પાસેથી પાલિકાએ ઇ બસ 35 રૂપિયા પ્રતિ કિલોમીટર ના ભાવે મળે છે અને તેમાં સરકાર દ્વારા 25 રૂપિયા પ્રતિ કિલોમીટર સબસીડી આપવામાં આવતી હોવાથી પાલિકા ઘણો ફાયદો થઇ રહ્યો છે. જેના કારણે પાલિકા તબક્કાવાર 600 ઇ બસ દોડાવશે તેમાં પર્યાવરણની જાળવણી સાથે સાથે પાલિકાને આર્થિક ફાયદો પણ થશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">