Video : સુરતમાં રખડતા શ્વાનનો આતંક, અશ્વિની કુમાર વિસ્તારમાં શ્વાને નાની બાળકીનો ગાલ કરડી ખાધો, સમગ્ર ઘટના CCTVમાં કેદ
સુરતમાં (Surat) શ્વાને બાળકી પર કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે એક બાળકી રમતા-રમતા ઘરની બહાર નીકળી કે તરત જ શ્વાને તેના પર હુમલો કરીને નીચે પાડી દીધી. ત્યારબાદ 30 સેકન્ડથી વધુ તે બાળકી પર તૂટી પડ્યું.
નાના બાળકોના માતા-પિતા માટે વધુ એક ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં ઘરની બહાર જ હડકાયા શ્વાને બાળકીનો ગાલની ચામડી પણ ખાઈ લીધી. બાળકીને છોડાવવા આવેલી મહિલાને પણ રખડતા શ્વાને બચકું ભરી લીધુ. ઘટનાને પગલે બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ છે. જ્યારે કોર્પોરેશનની શ્વાન પકડનારી ટીમે હડકાયા શ્વાનને પકડી લીધુ છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સુરતમાં શ્વાને બાળકી પર કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે એક બાળકી રમતા-રમતા ઘરની બહાર નીકળી કે તરત જ શ્વાને તેના પર હુમલો કરીને નીચે પાડી દીધી. ત્યારબાદ 30 સેકન્ડથી વધુ તે બાળકી પર તૂટી પડ્યું. આ શ્વાને બાળકીના ગાલને ફાડી ખાધો. બાળકી બચવા માટે ચીસાચીસ કરતી હતી. પરંતુ તેની મદદ માટે કોઈ નહોતું આવ્યું. આખરે ઘરમાંથી એક મહિલા બહાર આવી અને શ્વાનને ભગાડ્યું. પણ ઘટના આટલેથી જ ન અટકી. રખડતા શ્વાને મહિલાને પણ બચકું ભરી લીધુ. ઘટનાને પગલે ઉશ્કેરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક તંત્રની ટીમને બોલાવી અને રખતા શ્વાનને ઝડપી પાડ્યું છે.
Shocking Visuals: Dog bites a playing child in #Surat #Gujarat #TV9News pic.twitter.com/d23pBzXwar
— Tv9 Gujarati (@tv9gujarati) January 9, 2023
સમગ્ર ઘટનાને પગલે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે, પરંતુ સાથે-સાથે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. અત્યાર સુધી સુરત કોર્પોરેશનની શ્વાન પકડવાની ટીમ શું કરી રહી હતી તે એક સવાલ છે. ઘટનાને પગલે સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.
ઘટના પરથી નાના બાળકોના માતા-પિતાએ પણ સાવચેતી રાખવાની જરૂર છે. સોસાયટીમાં રખડતા શ્વાન હોય કે પછી પાલતું શ્વાન, સાવધાન રહેવાની જરુર છે. કારણ કે જે રીતે શ્વાનના આતંકની ઘટનાઓ અને વીડિયો સામે આવી રહ્યા છે તેને જોતા હવે ઘરમાં અને ઘરની બહાર સુરક્ષાનો ખતરો ઉભો થયો છે. ખાસ કરીને નાના બાળકોની તકેદારી રાખવી જરૂરી છે. નહીં તો હિંસક શ્વાન ક્યારેક બાળકોનો જીવ પણ લઈ શકે છે. સુરતમાં આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે.
(વિથ ઇનપુટ-બળદેવ સુથાર,સુરત)