સુરતમાં શાળાના બાળકોએ હીરા બાને મૌન પાળીને તો સિવિલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા હીરા બાને શ્રદ્ધાંજલિ અપર્ણ કરાઈ

પ્રધાનમંત્રીના માતા હીરાબાનું આજે વહેલી સવારે નિધન થઈ ગયા બાદ સમગ્ર દેશભરમાંથી નેતાઓ અને લોકો હીરા બાને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં (Surat) શાળાના બાળકોએ હીરા બાને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી.

સુરતમાં શાળાના બાળકોએ હીરા બાને મૌન પાળીને તો સિવિલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા હીરા બાને શ્રદ્ધાંજલિ અપર્ણ કરાઈ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 30, 2022 | 1:44 PM

PM મોદીના માતા હીરાબાનું સવારે સાડા ત્રણ કલાકે 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન મોદીએ જાતે જ આ અંગે ટ્વિટ કરીને માહિતિ આપી હતી. શતાયુ હીરાબાના નિધનના સમાચાર મળતા જ PM નરેન્દ્ર મોદી તાત્કાલિક ગાંધીનગર પહોંચી ગયા હચા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના રાયસણ સ્થિત તેમના ભાઇ પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચીને માતા હીરાબાના અંતિમદર્શન કર્યા હતા. વ વડાપ્રધાન માતાને અંતિમ સંસ્કાર આપ્યા બાદ નિર્ધારિત કાર્યક્રમોમાં જોડાયા હતા. PM મોદીના માતાના  નિધન બાદ હવે ગુજરાતભરમાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું ૧૦૦ વર્ષની વયે નિધન થયું છે. દેશભરમાંથી હીરા બા ને લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે ત્યારે સુરતમાં શાળાના બાળકોએ મૌન પાળી હીરા બાને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી.તો બીજી તરફ સુરત સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા પણ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હીરાબાને શ્રદ્ધાંજલિ

પ્રધાનમંત્રીના માતા હીરાબાનું આજે વહેલી સવારે નિધન થઈ ગયા બાદ સમગ્ર દેશભરમાંથી નેતાઓ અને લોકો હીરા બાને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં શાળાના બાળકોએ હીરા બાને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. સુરતના લીંબાયત સ્થિત કમરૂ નગર ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પક્ષીવિદ ડો. સલીમ અલી ઉર્દૂ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૩૧માં વિદ્યાર્થીઓએ પ્રાર્થના સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાને બે મિનીટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. દરેક વિદ્યાર્થીઓ પોતાના હાથમાં હીરા બા ની તસ્વીરને લઈને પ્રાર્થનામાં ઉભા હતા અને ઈશ્વર હીરા બા ની આત્માને શાંતિ અર્પે તે માટે પ્રાર્થના કરી શ્રધાંજલિ અર્પણ કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સિવિલ નર્સિંગ સ્ટાફ દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ

સુરતમાં બાળકોએ પણ હીરા બા ની આત્માની શાંતિ માટે મૌન પાળી શ્રધાંજલિ અપર્ણ કરી હતી ત્યારે સુરતમાં સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા હીરા બા ને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી હતી. તમામ નર્સિંગ સ્ટાફના લોકો એકઠા થયા હતા અને હીરા બા ને મૌન પાળી શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. તેમજ હીરા બાને ઈશ્વર શાંતિ અર્પે તે માટે તમામ લોકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">