Dang: જિલ્લામાં 311 હનુમાન મંદિરોનું નિર્માણ થશે, સુરતના આ વ્યક્તિ બંધાવી રહ્યા છે મંદિર

સુરતના ઉદ્યોગપતિ ડાંગમાં પી.પી. સ્વામી સાથે પસાર થતા હતા ત્યારે હનુમાનજીની મૂર્તિ ઝાડ નીચે ખંડિત હાલતમાં જોવા મળી હતી. સ્વામીજીએ કહ્યું કે, અહીં ઘણી જગ્યાએ આવાં દૃશ્યો જોવા મળે છે. બસ, આ દૃશ્ય જોયા પછી ડાંગનાં 311 ગામોમાં હનુમાનજીનાં મંદિરો બાંધવાના સંકલ્પ કર્યો હતો.

Dang: જિલ્લામાં 311 હનુમાન મંદિરોનું નિર્માણ થશે, સુરતના આ વ્યક્તિ બંધાવી રહ્યા છે મંદિર
સુરતના હીરા ઉદ્યોગકાર ડાંગમાં 311 હનુમાન મંદિરોનું નિર્માણ કરી રહ્યા છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 12:57 PM

સુરત (Surat) માં રહેતા હીરા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકિયા (Govind Dholakiya) ની નવી મુહિમ શરૂ કરવામાં આવી છે ખરે ખર વ્યક્તિત્વ કાંઈક અલગ જ છે જેમને ડાંગ (Dang) જિલ્લામાં 311 હનુમાન મંદિર નિર્માણ નું યજ્ઞ કરવામાં આવશે. સાથે સુબિરધામમાં હનુમાન યજ્ઞ શરૂ કરાશે તીર્થધામ બનાવશે ઉપરાંત 40 લાખ ના ખર્ચે તૈયાર કરાયો ગીતારથ ગુજરાતમાં ફરશે આ ગીતારથ.

શહેરના રામકૃષ્ણ ચેરિટેબલના ફાઉન્ડર ચેરમેન ગોવિંદ ધોળકિયા અને ડાંગમાં આદિવાસી બાળકોના શિક્ષણ માટે સેવા કરનારા પી.પી. સ્વામી એક વખત ત્યાંથી પસાર થતા હતા ત્યારે હનુમાનજીની મૂર્તિ ઝાડ નીચે ખંડિત હાલતમાં જોવા મળી હતી. આ દૃશ્ય જોઈને ગોવિંદભાઈએ પૂછ્યું તો સ્વામીજીએ કહ્યું કે, અહીં ઘણી જગ્યાએ આવાં દૃશ્યો જોવા મળે છે. બસ, આ દૃશ્ય જોયા પછી ડાંગનાં 311 ગામોમાં હનુમાનજીનાં મંદિરો બાંધવાના સંકલ્પ સાથે ગોવિંદભાઈએ નિર્માણ યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. આ પૈકી 46 મંદિરનું લોકાર્પણ થઈ ચૂક્યું છે.

20 માર્ચને ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના લહાન ઝાડદર ખાતે 14 મંદિરોનો લોકાર્પણ સમારોહ ગોવિંદ દેવગિરિ મહારાજ ના અધ્યક્ષ સ્થાને કરાયું છે.ગોવિંદ ધોળકિયા, ફાઉન્ડર ચેરમેને જણાવ્યું હતુ કે આ મંદિરો નિર્માણ પાછળનો હેતુ એ છે કે હનુમાનજી મંદિર ભક્તિ, સેવા, સ્મરણ સાથે ગામની એકતા વધે વ્યસન મુક્તિ અને સંસ્કારના સમન્વય સાથે તીર્થ બની રહે. ડાંગ જિલ્લાના દરેક ગામોમાં પેઢી દર પેઢી સુધી સંસ્કારો જળવાઈ રહે ગામની એકતા જળવાઈ રહે અને આપણી મૂળભૂત સંસ્કૃતિ સચવાઈ રહે તે હેતુથી આ નિર્માણ યજ્ઞ શરૂ કર્યો છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

માત્ર એક વ્યક્તિ જ નહીં પરંતુ ગામના દરેક વ્યક્તિ પાસેથી નાનું અમથું યોગદાન પણ લેવામાં આવે છે. આ મંદિર નિર્માણ કાર્યમાં રામકૃષ્ણ વેલ્ફર ટ્રસ્ટની સાથે 50% દાનમાં જે સંસ્થા અથવા વ્યક્તિ હોય તેના નામની તકતી પણ લગાવવામાં આવે છે. મંદિર નિર્માણ થયા પછી સંપૂર્ણ સંચાલન ગામ લોકોને સોંપવામાં આવે છે. 2018 ની સાલમાં પ્રથમ તબક્કામાં 6 મંદિરો નિર્માણ થયા તેનું લોકાર્પણ સુપ્રસિધ્ધ કથાકાર મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.

ત્યાર પછી2019 ની સાલમાં 11 મંદિરો નિર્માણ થયા તેમનું લોકાર્પણ જામનગર આણંદાબાવા મંદિરના મહંત દેવપ્રસાદદાસજી મહારાજનાહસ્તે કરવામાં આવ્યું હતું. 2019 ની સાલમાં ત્રીજા તબક્કામાં ચાર મંદિરોનું લોકાર્પણ ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ ચતુર્થ પ્રતિષ્ઠા મહોત્સવ ગોવિંદ દેવગીરી મહારાજના હસ્તે તેમજ વિવિધસામાજિક અને રાજકીય આગેવાનોએ હાજરીમાં થયો હતો.

આ પણ વાંચોઃ  Surendranagar: ઢાંકી ગામના યુવકે ગામની પાણીની સમસ્યા એકલા હાથે ઉકેલી, ગ્રામજનોને પાણી આપવા નદીના વહેણ બદલી નાખ્યા

આ પણ વાંચોઃ Mehsana: આખજના પિતા-પુત્રએ દેશભરમાં 200 લોકો સાથે કરી કરોડોની છેતરપિંડી, હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">