Surat : માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો ! પાણીના ટબમાં ડૂબી જવાથી એક વર્ષીય બાળકીનું મોત
સુરતના લિંબાયત વિસ્તારમાં 1 વર્ષીય બાળકીનું ટબમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. બાળકી બાથરૂમમાં મૂકેલા પાણીના ટબમાં ડૂબી ગઈ હતી.
જો તમારા ઘરે નાના બાળકો હોય તો, તમારા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં 1 વર્ષીય બાળકીનું ટબમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. બાળકી બાથરૂમમાં મૂકેલા પાણીના ટબમાં ડૂબી ગઈ હતી. આ દરમિયાન તેની માતાની નજર પડતાં તાત્કાલિક તેને કાઢીને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. પરંતુ પાણી વધારે ભરાઈ ગયું હોવાથી ટૂંકી સારવારમાં જ બાળકી મોતને ભેટી. ઘટનામાં લિંબાયત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
સુરત: લીંબાયત વિસ્તારમાં પાણીના તબમાં ડૂબી જવાથી એક વર્ષય બાળકીનું મોત | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/pmoMT7aNGh
— Tv9 Gujarati (@tv9gujarati) January 16, 2023
ટૂંકી સારવારમાં જ બાળકી મોતને ભેટી
જો તમારા ઘરમાં પણ નાનું બાળક હોય તો સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે બાળક માસૂમ છે. તે શું કરે છે તેની તેને ખબર નથી હોતી. પરંતુ તેના વાલીને સમજદાર છે, બાળકનું ધ્યાન રાખવાની તેમની જવાબદારી છે. જેથી વ્હાલસોયું બાળક ક્યાંક આવી નાની બેદરકારીના કારણે મોતને ન ભેટે તે માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે તે દુનિયામાં નહીં હોય ત્યારે તમારી પાસે પસ્તાવા સિવાય બીજું કઈ જ નહીં હોય.
(વીથ ઈનપૂટ- બલદેવ સૂથાર, સુરત)