Video: ઉત્તરાયણ પર્વ પર 108ના કેસમાં વધારો, અમદાવાદમાં દોરીથી ઈજા થવાના સૌથી વધુ 25 કેસ નોંધાયા, માર્ગ અકસ્માતના સુરતમાં 59 કેસ નોંધાયા

Ahmedabad: રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, સાંજે પાંચ વાગ્યા સુધીમાં દોરી દોરીથી ઈજા થવાના, ધાબા પરથી પડવાના અને માર્ગ અકસ્માતના ઘણા કેસ નોંધાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 7:52 PM

રાજ્યભરમાં ઉત્તરાયણનો પર્વ ધામધુમથી ઉજવાયો તો બીજી તરફ રાજ્યમાં ઉત્તરાયણના પર્વે અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે. ઉત્તરાયણ પર્વે સર્જાયેલી દુર્ઘટનાના 108એ આંકડાઓ જાહેર કર્યા છે. રાજ્યમાં દોરીથી ઈજા થવાની કુલ 62 ઘટનાઓ સામે આવી છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ દોરીથી ઈજા થવાની 25 ઘટના સર્જાઈ હતી. તો રાજ્યમાં રોડ એક્સિડન્ટના 400 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં ધાબા પરથી પડી જવાના કુલ 164 કેસ નોંધાયા

સૌથી વધુ 56 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. રાજ્યમાં ધાબેથી પડી જવાના કુલ 164 કેસ નોંધાયા હતા. જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ 36 કેસ નોંધાયા હતા. રાજ્યમાં પશુ-પક્ષીઓને ઈજા થવાના પણ 1 હજાર 59 કેસ નોંધાયા હતા. મહત્વનું છે કે, ઉત્તરાયણના પર્વે સરકાર અને સામાજીક સંસ્થાઓએ સાવચેતી જાળવવા અપીલ કરી હતી. તેમજ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા પણ નિર્દેશ કર્યા હતા. પરંતુ દુર્ઘટનાના આંકડાઓ દર્શાવે છે કે જનતા તહેવારની મજામાં અન્ય માટે સજા સાબિત થઈ છે.

રાજ્યમાં માર્ગ અકસ્માતના 400 કેસ નોંધાયા

સુરતમાં રોડ એક્સિડન્ટના 59 જેટલા કેસ સામે આવ્યા. આ તરફ ગાંધીનગરમાં પણ માર્ગ અકસ્માતના 30 જેટલા કેસ નોંધાયા છે. રાજ્યમાં 5 વાગ્યા સુધીમાં માર્ગ અકસ્માતના 400 જેટલી ઘટના સામે આવી છે. જ્યારે મકરસંક્રાતિનો તહેવાર હોવાથી ક્યાંકને ક્યાંક ધાબા પરથી પડી જવાના કેસ પણ સામે આવ્યા છે. આ તરફ દોરીથી કપાવાની કુલ 62 ઘટનાઓ સામે આવી છે. આ આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે.

ઈનપુટ ક્રેડિટ- સચિન પાટિલ- અમદાવાદ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">