સકારાત્મક: ઓન ધ સ્પોટ વેક્સિનેશનના બીજા દિવસે સુરતમાં બપોર સુધી આટલા હજાર લોકોને વેકસિન

ઓન ધ સ્પોટ વેક્સિનેશન માટે સુરત મહાનગર પાલિકા દ્વારા 230 વેક્સીનેશન સેન્ટર પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યાં 22 જૂન એટલે કે આજ બપોર સુધીમાં 20 હજાર લોકોને રસી મૂકવામાં આવી હતી.

  • Updated On - 3:36 pm, Tue, 22 June 21 Edited By: Gautam Prajapati
સકારાત્મક: ઓન ધ સ્પોટ વેક્સિનેશનના બીજા દિવસે સુરતમાં બપોર સુધી આટલા હજાર લોકોને વેકસિન
ઓન ધ સ્પોટ વેક્સિનેશન

સુરત શહેરમાં ઓન ધ સ્પોટ વેક્સિનેશનને શહેરીજનો તરફથી સતત બીજા દિવસે પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજે પણ શહેરના તમામ વેક્સીનેશન સેન્ટર પર વહેલી સવારથી રસી લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.

ઓન ધ સ્પોટ વેક્સિનેશન માટે સુરત મહાનગર પાલિકા દ્વારા 230 વેક્સીનેશન સેન્ટર પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યાં 22 જૂન એટલે કે આજ બપોર સુધીમાં 20 હજાર લોકોને રસી મૂકવામાં આવી હતી. નોંધનીય છે કે ગઈકાલથી સુરત મનપા દ્વારા ઓન ધ સ્પોટ વેકસીનેશનની કામગીરી શરૂ કરાઇ હતી. જ્યાં પહેલા દિવસે પ્રથમ ત્રણ કલાકમાં જ 30 હજાર લોકોએ વેકસિન લીધી હતી. જ્યારે આજે બીજા દિવસે પણ બપોર સુધી 20 હજારથી વધુ લોકોએ રસીનો લાભ લીધો હતો.

આમ જોવા જઈએ તો વોક થ્રુ વેક્સિનેશન ને સુરતીઓ તરફથી સારો આવકાર મળી રહ્યો છે. આજે સાંજ સુધી આ આંકડો 40 હજાર સુધી પહોંચે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા પ્રમાણે લોકો હવે કોઇપણ જાતની અંધશ્રદ્ધા કે શંકા રાખ્યા વગર મહત્તમ વેકસિનનો લાભ લે તે જરૂરી છે. આ માટે સુરત મહાનગર પાલિકા દ્વારા પુરતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. દરરોજ 50 હજાર સુધી લોકોને વેક્સિન અપાય તે નિર્ધાર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.

આ પહેલા 145 સેન્ટરો પરથી વેકસિન આપવામાં આવતી હતી તે વધારીને 230 સેન્ટર કરવામાં આવ્યા છે. અને રોજના પહેલા 20 થી 25 હજાર લોકોને રસી આપવામાં આવતી હતી. અને હવે તે ટાર્ગેટ 50 હજાર સુધીનો રાખવામાં આવ્યો છે.

અત્યારસુધી સુરત મનપા દ્વારા વેકસીનેશનના આ કાર્યક્રમમાં શહેરની 50 ટકા વસ્તીને આવરી લેવાઈ છે. અને જો આ જ પ્રમાણે લોકોએ વેકસીનેશન માટે રસ દાખવ્યો તો આવનારા 10 દિવસમાં 80 થી 85 ટકા લોકો સુધી પહોંચી જવાશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: સારા સમાચાર: સુરતમાં કોરોનાનો કહેર ઘટ્યો, તમામ ઝોનમાં કેસોની સંખ્યા સિંગલ આંકડામાં

આ પણ વાંચો: નોંધણી છતાં 10,973 વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ ફાળવવાના બાકી, પૈસા પરત મેળવવા યુનિવર્સિટીમાં કમિટી રચાઈ

Click on your DTH Provider to Add TV9 Gujarati