Mandvi : ભ્રષ્ટાચારના બોજ તળે કમ્પાઉન્ડ વોલની દીવાલ ધરાશાયી, હલકી ગુણવત્તાના મટીરીયલથી બની હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

શહેર કોંગ્રેસ(Congress ) સમિતિ દ્વારા ધારાસભ્ય આનંદ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં પાલિકા ખાતે પહોંચી એજન્સીના વિરુદ્ધ ચીફ ઓફિસર ને આવેદનપત્ર આપ્યું હતું.

Mandvi : ભ્રષ્ટાચારના બોજ તળે કમ્પાઉન્ડ વોલની દીવાલ ધરાશાયી, હલકી ગુણવત્તાના મટીરીયલથી બની હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
Mandvi: The wall of the compound wall collapsed due to corrupt use of low quality material, Congress alleged.
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Aug 09, 2022 | 11:47 AM

માંડવી (Mandvi ) નગર પાલિકા ના વિવિધ વિસ્તારોમાં એજન્સી (Agency )દ્વારા આરસીસી રોડ સહિત કંપાઉન્ડ વોલ, પતરાના શેડ સહિત અન્ય કામો સરકારની ઓનલાઈન (Online )ટેન્ડર પ્રક્રિયા માં ટેન્ડર પાસ થતાં કામો શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ શરૂઆતથી જ કામમાં ભ્રષ્ટાચાર આચરતા હોવાની ફરિયાદ વિપક્ષ સભ્ય રશીદખાન દ્વારા અગાઉના ચીફ ઓફિસર ને કરવામાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં યોગ્ય પગલાં નહીં ભરાતાં શહેર કોંગ્રેસ દ્વારા માંડવી સોનગઢના ધારાસભ્ય આનંદ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને હાલના ચીફ ઓફિસર ને ભ્રષ્ટાચાર મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ચીફ ઓફિસરને અપાયું આવેદનપત્ર :

પ્રાપ્ત માહિતી અનુસાર, માંડવી નગરપાલિકાના વોર્ડ નંબર બે તેમજ પાંચ માં પલ એજન્સી દ્વારા આરસીસી રોડના કામોમાં વેઠ ઉતારવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો તેમજ પાલિકા ભવન ખાતે કંપાઉન્ડ વોલ ની દીવાલ બનાવ્યા ને ફક્ત ચાર મહિના નો સમય વીતતા દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેને કારણે વિપક્ષ સભ્ય રશીદખાને વિરોધ કરી ઘટનાની જાણ કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરી ને કરતા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય આનંદ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં પાલિકા ખાતે પહોંચી એજન્સીના વિરુદ્ધ ચીફ ઓફિસર ને આવેદનપત્ર આપ્યું હતું.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

એજન્સીને 9 લાખ રૂપિયા ચુકવવામાં આવ્યા :

વિપક્ષ સભ્ય રશીદ ખાને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે એજન્સી દ્વારા શરૂઆત થી જ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી કરતા આવ્યા છે. પાલિકા ભવન ના પાછળના ભાગે પથ્થર ની પ્રોટેક્શન વોલ (દિવાલ) બનાવી હોય જે ગત તારીખ પાંચ ઓગસ્ટ 2022 ના રોજ બપોરે અચાનક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. પાલિકા દ્વારા આ એજન્સી ને રનિંગ બિલના નામે નવ લાખ રૂપિયા જેટલી રકમ ચુકવવામાં આવી છે. અને તેમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળાયું છે. જેથી આ ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">