Vadodara : હેરિટેજ થીમ પર ગુજરાતની સૌથી મોટી મેરેથોન યોજાઈ, હર્ષ સંઘવી મેરેથોનમાં 5 કિલોમીટર દોડ્યા
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 10મી મેરેથોનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જવાન રન, સ્વચ્છતા રન, પ્લેજ રન અને ફન રનને ફ્લેગ ઓફ કરાવ્યું.
ફિટ ઇન્ડિયાના મેસેજ સાથે વડોદરામાં હેરિટેજ થીમ પર ગુજરાતની સૌથી મોટી મેરેથોન યોજાઇ. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 10મી મેરેથોનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જવાન રન, સ્વચ્છતા રન, પ્લેજ રન અને ફન રનને ફ્લેગ ઓફ કરાવ્યું. જ્યારે 42 કિલોમીટરની મેરેથોનનું ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. અને ત્યારબાદ ખુદ હર્ષ સંઘવી મેરેથોનમાં 5 કિલોમીટર દોડ્યા હતા.
સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
આ મેરેથોનમાં 92 હજાર 500 દોડવીરોએ ભાગ લીધો હતો. રાજમાતા શુભાગીની ગાયકવાડ, મેયર કેયુર રોકડીયા,સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ મેરેથોનમાં ઉત્સાહથી લોકોએ ભાગ લીધો હતો. વડોદરાનાં રાજમાર્ગો દોડવીરોનો થનગનાટ જોવા મળ્યો હતો.
Latest Videos