AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: જૂના અખાડા સામે આજે પણ આધુનિક જીમનો ધોબી પછાડ, જાણો આ 168 વર્ષ જુના અખાડા વિશે

આધુનિક અને એસી ધરાવતા જિમ કે ફિટનેસ સેન્ટર કરતા પણ અસ્સલ જુના અખાડા હજી પણ એટલા જ લોકપ્રિય છે. જાણો સુરતના અખાડા સુખાનંદ વ્યાયામ શાળા વિશે.

Surat: જૂના અખાડા સામે આજે પણ આધુનિક જીમનો ધોબી પછાડ, જાણો આ 168 વર્ષ જુના અખાડા વિશે
સુખાનંદ વ્યાયામ શાળા
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 14, 2021 | 1:09 PM
Share

કોરોના સંક્રમણ ઘટતા સરકારે ધીરે ધીરે અનલોક કરીને હવે બાગ બગીચા, ગાર્ડન, રેસ્ટોરન્ટ તેમજ જિમ અને ફિટનેસ સેન્ટરોને ખોલવા પરવાનગી આપી દીધી છે. ત્યારે કોરોનાના આ સમયમાં હવે લોકો જિમ અને ફિટનેસ સેન્ટરોમાં જઇને પોતાની તંદુરસ્તી પર વધારે ધ્યાન આપવા લાગ્યા છે.

સ્વસ્થ જીવન માટે સ્વસ્થ શરીર તેટલું જ જરૂરી છે. એ હવે લોકો કોરોનાના સમયમાં શીખી ગયા છે. પણ શું તમે જાણો છો કે હાલ પણ આધુનિક અને એસી ધરાવતા જિમ કે ફિટનેસ સેન્ટર કરતા પણ અસ્સલ જુના અખાડા હજી પણ એટલા જ લોકપ્રિય છે.

સુરતમાં આવો જ એક અસ્સલ અને જૂનો અખાડો છે સુખાનંદ વ્યાયામ શાળા. 1853માં સુખાનંદ અખાડાની શરૂઆત સુખાનંદ મહારાજ દ્વારા કરવામાં આવી હતી. ગોપીપુરામાં આવેલા આ અખાડામાં તે સમયે આજુબાજુના વિસ્તારમાંથી આવતા લોકોની તંદુરસ્તી માટે તેમને મફતમાં અંગ કસરત અને શરીર દાવની તાલીમ આપવામાં આવતી હતી.

સુખાનંદ વ્યાયામ શાળાના મયુરભાઈ જણાવે છે કે જ્યારે શરૂઆત થઈ તેના પછીના સમયમાં લોકો જોડાતા જતા ફક્ત 3 રૂપિયાની ફી રાખવામાં આવી હતી. અને તે પછી 30 રૂપિયા અને 70 રૂપિયા ફી લેવાની શરૂઆત થઈ. આજે વાર્ષિક મેમ્બરશીપ તરીકે ફી ફક્ત 750 રૂપિયા લેવામાં આવે છે.

જીમની સરખામણીમાં અહીં માર્બલ ફ્લોરિંગ નથી પરંતુ માટીમાં જ તમારે કસરત કરવી પડે છે. એસી કે પંખાની પણ વ્યવસ્થા નથી જેથી ફિટનેસ માટે પરસેવો નીકળી જાય છે. સૌથી જુના સાધનો સાથે અહીં દંડ બેઠક, મગદલ, મલખમ, લાઠી દાવ, ફટકા દાવ, લેઝીમ, પિરામિડ શીખવાડમાં આવે છે. કોઈપણ જાતની સરકારી સહાય વિના આ અખાડો ચાલે છે.

અહીં થી કબડ્ડી તથા બોડી બિલ્ડીંગ વેઇટ લીફટિંગ નેશનલ કોમ્પિટિશનમાં 17 છોકરા વિજેતા પણ રહી ચૂક્યા છે. આજે આ અખાડામાં 750 મેમ્બર્સ છે. દોઢ વર્ષ પછી જિમની સાથે આ અખાડો પણ શરૂ થયો છે. ત્યારે અસ્સલ કસરતો સાથે શરીરને ફિટ રાખતા યુવાનોએ પણ અહીં કસરતો શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: ‘નેતન્યાહૂ રાજ’નો અંત! જાણો કોણ છે Israel ના નવા પ્રધાનમંત્રી Naftali Bennett?

આ પણ વાંચો: Viral Memes: હિમેશના નવા ગીતની લોકોએ ઉડાવી એવી મજાક, તમે જોશો તો હસવુ નહી રોકી શકો

g clip-path="url(#clip0_868_265)">