AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Memes: હિમેશના નવા ગીતની લોકોએ ઉડાવી એવી મજાક, તમે જોશો તો હસવુ નહી રોકી શકો

હિમેશ રેશમિયાએ સુરુર સિરીઝના ત્રીજો આલબમ્બ “સુરુર 2021” નું પહેલું ગીત લોન્ચ કર્યું છે. આ સોંગનું નામ પણ છે સુરુર. જે રીતે હિમેશ રેશમિયા આ સિરીઝ લોન્ચ કરી રહ્યા છે લાગે છે હિમેશ “તેરા તેરા તેરા સુરુર” લાઈનને સાચી સાબિત કરશે. કદાચ એક બે કરીને તેર આલબમ્બ પણ રિલીઝ કરી શકે. આવી વાતો અને મજાક […]

Viral Memes: હિમેશના નવા ગીતની લોકોએ ઉડાવી એવી મજાક, તમે જોશો તો હસવુ નહી રોકી શકો
વાયરલ મિમ્સ
| Updated on: Jun 14, 2021 | 11:50 AM
Share

હિમેશ રેશમિયાએ સુરુર સિરીઝના ત્રીજો આલબમ્બ “સુરુર 2021” નું પહેલું ગીત લોન્ચ કર્યું છે. આ સોંગનું નામ પણ છે સુરુર. જે રીતે હિમેશ રેશમિયા આ સિરીઝ લોન્ચ કરી રહ્યા છે લાગે છે હિમેશ “તેરા તેરા તેરા સુરુર” લાઈનને સાચી સાબિત કરશે. કદાચ એક બે કરીને તેર આલબમ્બ પણ રિલીઝ કરી શકે. આવી વાતો અને મજાક સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે.

હિમેશ આ સોંગમાં પોતાના જુના અવતારમાં જોવા મળી રહ્યા છે. તેમની સ્ટાઈલ અને લૂક પણ જુનો જ જોવા મળી રહ્યો છે. હિમેશનો પહેલો આલબમ્બ “આપકા સુરુર” 2006 માં આવ્યો હતો. અને આ નવું સોંગ પણ હિમેશના જુના અંદાજની યાદ અપાવે છે. હિમેશ આ સોંગમાં તેમની આઇકોનિક કેપમાં જોવા મળ્યા છે.

વાત કરીએ સુરુર 2021 ની, તો આ સોંગની થીમ ખૂબ મજેદાર છે. આમાં હિમેશ રેશમિયા એક બિઝનેસમેન તરીકે જોવા મળી રહ્યા છે. હિમેશ અભિનેત્રી ઉદિતિ સિંહ સાથે રોમેન્ટિક લૂકમાં જોવા મળી રહ્યા છે. પરંતુ ટ્વિટર પર યુઝર્સ હિમેશના નવા ગીત પર મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો આ ગીતની મજાક ઉડાવી રહ્યા છે અને ઘણા લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.

એક યુઝરે સુરુર સિરીઝ પર કટાક્ષ કર્યો

અનુ મલીકનો આગ લગા દી ડાયલોગ યાદ છે?

લો બોલો! મહામારીમાં મહામારી?

હિમેશ રેશમિયા ઓલરાઉન્ડર

તેરા સુરુરથી સુરુર તેરા!

સિંગર હિમેશ કે અભિનેતા હિમેશ?

ઇસ્ટ ઓર વેસ્ટ, હિમેશ ઈઝ ધ બેસ્ટ!

https://twitter.com/DhavalBalai/status/1403298641893216257

માફ કરી દે ભાઈ

https://twitter.com/Hhimanmi/status/1403276037169901569

તમને જણાવી દઈએ કે હિમેશ રેશમિયા આ દિવસોમાં ઈન્ડિયન આઇડલ 12 ના જજ છે. ગયા વર્ષે ‘હેપ્પી હાર્ડી ઔર હીર’માં તે મોટા પડદે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં હિમેશ રેશમિયાએ ડબલ રોલ ભજવ્યો હતો. ફિલ્મને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો ન હતો અને ફિલ્મ ખુબ મોટી ફ્લોપ સાબિત થઇ હતી.

આ પણ વાંચો: લોકડાઉન 2.0 બાદ ડ્રાઈવ કરીને ક્યાં જઈ રહ્યા છે Amitabh Bachchan? બિગ બીએ શેર કરી તસ્વીર

આ પણ વાંચો: ત્રીજી લહેરને હરાવવા માટેના 7 ઉપાય, જાણો કેવી રીતે વેક્સિનેશનને વધુ અસરકારક બનાવી શકાય

g clip-path="url(#clip0_868_265)">