AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, “દુનિયાના કોઈ દેશમાં PMGKAY જેવી યોજના નથી”

PMGKAY : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત માર્ચ 2020 માં કોરોના સંકટ દરમિયાન કરવામાં આવી હતી. ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો હેતુ કોરોના રોગચાળાને કારણે થતા તણાવને ઘટાડવાનો છે, જેમાં 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે.

SURAT : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, દુનિયાના કોઈ દેશમાં PMGKAY જેવી યોજના નથી
Pradhan Mantri Garib Kalyan Anna Yojana
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 9:30 PM
Share

SURAT : કેન્દ્ર સરકારે સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) દ્વારા મફત રાશનના વિતરણ 30 નવેમ્બરથી વધારીને 31 માર્ચ 2022 સુધી કરી દીધું છે.દેશની અર્થવ્યવસ્થામાં રિકવરી અને OMSS પોલિસી હેઠળ ખુલ્લા બજારમાં ખાદ્યાન્નના સારા નિકાલને કારણે નવેમ્બર પછી PMGKAYને લંબાવવાની કોઈ યોજના નહોતી.મોદી કેબિનેટે બુધવારની બેઠક બાદ આ યોજનાને માર્ચ સુધી લંબાવી દીધી છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત માર્ચ 2020 માં કોરોના સંકટ દરમિયાન કરવામાં આવી હતી. ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો હેતુ કોરોના રોગચાળાને કારણે થતા તણાવને ઘટાડવાનો છે. શરૂઆતમાં PMGKAY યોજના એપ્રિલ-જૂન 2020 ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ પછીથી તેને 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ, સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ 80 કરોડ રેશન કાર્ડધારકોને મફત રાશન પ્રદાન કરે છે. રેશનકાર્ડ ધારકોને રાશનની દુકાનો દ્વારા મળતા સબસિડીવાળા અનાજ ઉપરાંત PMGKAY અંતર્ગત મફત રાશન આપવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન તેમજ સહકારિતા પ્રધાન અમિત શાહે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની પ્રસંશા કરી હતી. આજે સુરત શહેર ભાજપ સંગઠન દ્વારા યોજાયેલ ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમમાં દિલ્હીથી કેન્દ્રીય ગૃહપ્રધાન તેમજ સહકારિતા અમિત શાહે વર્ચ્યુઅલી સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે દુનિયાના કોઈ દેશમાં PMGKAY જેવી યોજના નથી, કે જેમાં 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે. કોરોનાકાળમાં અનેક પ્રકારના પેકેજ જાહેર થયા, પરંતુ આ પ્રકારની યોજના લાવવાની હિંમત દુનીયાના કોઈ દેશે કરી નથી.

તેમણે કહ્યું PMGKAY અંતર્ગત 19 મહિના સુધી ઘરમાં વ્યક્તિ દીઠ 5 કિલો મફત રાશન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાથી વડાપ્રધાન નેરેન્દ્ર મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીની ગરીબો પ્રત્યેની સંવેદના વ્યક્ત થઇ છે.

આ ઉપરાંત ગૃહપ્રધાન શાહે ઉજ્જવલા યોજના, શૌચાલય, નલ સે જલ, દેશના દરેક ઘરમાં વીજળી, કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, અયુષ્માન ભારત જન આરોગ્ય યોજના અને દેશમાં 130 કરોડ લોકોને મફતમાં કોરોના રસી આપવાની યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, “સુરતમાં એક નાનું ભારત વસેલું છે, તમામ રાજ્યના નાગરિકો વસે છે”

આ પણ વાંચો : ચોર સમજીને નિર્દોષ શ્રમિકને બાંધીને એવો માર માર્યો કે ઘટનાસ્થળે જ તેનું મોત થઇ ગયું, 8 લોકોની ધરપકડ

ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
g clip-path="url(#clip0_868_265)">