AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ એ મીડિયા તથા સોશિયલ મીડિયામાં કરાયેલા રૂ. 100 કરોડના બેંક ફ્રોડના આરોપોને નકાર્યા

આ અંગે માહિતી આપતા હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીના ડિરેક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે કશ્યપ ઇન્ફ્રાપ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના હિરેન ભાવસાર દ્વારા આવા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેઓ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ સાથે વ્યવસાયિક વિવાદોનો ઇતિહાસ ધરાવતી વ્યક્તિ છે. વધુમાં, ભૂતકાળમાં કૈલાશ લોહિયાએ કંપનીના બિહાર વોટર પ્રોજેક્ટમાં છેતરપિંડી કરી હતી.

હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ એ મીડિયા તથા સોશિયલ મીડિયામાં કરાયેલા રૂ. 100 કરોડના બેંક ફ્રોડના આરોપોને નકાર્યા
| Updated on: Oct 30, 2023 | 4:14 PM
Share

સુરતઃ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ તેની સામે કરવામાં આવેલ બેંક છેતરપિંડી અને લોન ડિફોલ્ટના પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોને સખત રીતે નકારી કાઢે છે. આ આરોપો સૂચવે છે કે કંપનીના ડિરેક્ટરો બેંક ઓફ બરોડા પાસેથી રૂ. 100 કરોડની લોનમાં કથિત રીતે ડિફોલ્ટ થઈને દેશની બહાર ભાગી ગયા હતા.

આ અંગે માહિતી આપતા હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીના ડિરેક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે કશ્યપ ઇન્ફ્રાપ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના હિરેન ભાવસાર દ્વારા આવા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેઓ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ સાથે વ્યવસાયિક વિવાદોનો ઇતિહાસ ધરાવતી વ્યક્તિ છે. વધુમાં, ભૂતકાળમાં કૈલાશ લોહિયાએ કંપનીના બિહાર વોટર પ્રોજેક્ટમાં છેતરપિંડી કરી હતી. પ્રોજેક્ટ માટે સબ-પાર સોલાર પેનલ્સ/પંપ હિરેન ભાવસાર દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા. કૈલાશ લોહિયાએ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ ગ્રૂપ કંપનીના શેર ગેરકાયદેસર રીતે તેમના નામે ટ્રાન્સફર કર્યા હતા અને તેમની પત્ની દિશા લોહિયાના નામે નોંધપાત્ર ફંડનો દુરુપયોગ કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે સુરતની ક્રાઈમ બ્રાન્ચમાં કૈલાશ લોહિયા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમણે ખાસ્સા સમય સુધી જેલવાસ ગાળ્યો હતો. હાલમાં કૈલાશ લોહિયા અને દિશા લોહિયા બંને જામીન પર બહાર છે. એવું માનવાનાં કારણો છે કે કૈલાશ લોહિયા, હિરેન ભાવસાર અને અન્ય લોકો સાથે મળીને, હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસની પ્રતિષ્ઠા અને બ્રાન્ડને કલંકિત કરી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે બેંક ઓફ બરોડાની એસએમઈ બ્રાન્ચ, જ્યાં હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ તેનું ખાતું ધરાવે છે, તેણે 25 ઓક્ટોબરના રોજ બેંક ખાતાની સંતોષકારક કામગીરીની ઈ મેઈલ પર પુષ્ટિ કરી છે કે હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસના એકાઉન્ટ્સ (કેશ ક્રેડિટ એકાઉન્ટ અને ટર્મ લોન એકાઉન્ટ)માં કોઈ બાકી/ઓવરડ્યૂ રકમ નથી અને આ એકાઉન્ટ્સ “સ્ટાન્ડર્ડ” ક્લાસિફિકેશન ધરાવે છે.

બે કંપનીઓ વચ્ચેના વિવાદોનો ઈતિહાસ રજૂ કરતા, હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીના ડિરેક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે બિહાર પ્રોજેક્ટ માટે પંપ સેટના સપ્લાયમાં કશ્યપ ઈન્ફ્રાપ્રોજેક્ટ તરફથી ખામીયુક્ત મટિરિયલ અને ડિલિવરીમાં વિલંબને કારણે સમસ્યાઓ ઊભી થઈ હતી. શરૂઆતમાં ખામીયુક્ત પંપ સેટ બદલવા માટે સંમત થયા હોવા છતાં, હિરેન ભાવસારે તેનું પાલન કર્યું ન હતું અને નાણાંની વસૂલાત માટે સીઆઈડી સુરત અને અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદો નોંધાવી હતી. ત્યારપછીની પોલીસ તપાસમાં આરોપો પાયાવિહોણા હોવાનું જાહેર થયું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે 2022માં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની અમદાવાદ બેંચ દ્વારા પણ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ સામે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળ હિરેન ભાવસારની અરજી નકારી કાઢવામાં આવી હતી. એનસીએલટીમાં થયેલી પીછેહઠ બાદ, કશ્યપ ઈન્ફ્રાપ્રોજેક્ટે સીબીઆઈ ગાંધીનગરમાં અરજી કરી હતી. ત્યારપછી આ કેસ સુરતની ઈકોનોમિક ઓફેન્સ વિંગને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પીઆઈ અજય રાજપૂતે તપાસ હાથ ધરી હતી અને મીડિયા અહેવાલો મુજબ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ તરફથી કોઈ ગેરરીતિના પુરાવા મળ્યા નથી.

શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે હિરેન ભાવસારના આક્ષેપોનો હેતુ ખંડણીના ઇરાદાથી હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ અને તેના ડિરેક્ટર્સની છબિ અને બ્રાન્ડને ખરડવાનો છે. પરિણામે, હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ અને તેના ડિરેક્ટરોએ હિરેન ભાવસાર અને કશ્યપ ઇન્ફ્રાપ્રોજેક્ટ સામે રૂ. 500 કરોડનો ફોજદારી માનહાનિનો દાવો માંડવાની યોજના ધરાવે છે. પાયાવિહોણા આક્ષેપો કરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે બટાકાની આ 3 જાતો, જાણો શું છે તેના ફાયદા

હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ એ 24-વર્ષના વારસા સાથે એક નામાંકિત અને પ્રતિષ્ઠિત કંપની છે તથા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 2,000થી વધુ વ્યક્તિઓને રોજગારી આપે છે. વિજય શાહ અને તેમનો પરિવાર 25 વર્ષથી ભારત, થાઈલેન્ડ અને યુએસમાં બિઝનેસ કરે છે. તેઓએ 25 વર્ષ પહેલા યુ.એસ.થી આરઓ સિસ્ટમ ટેકનોલોજી ભારતમાં રજૂ કરી હતી અને ભારતમાં આરઓ વોટર સિસ્ટમના પ્રણેતા છે. તેઓ અને કંપની પાયાવિહોણા અને બનાવટી આરોપોને દ્રઢતાથી નકારી કાઢે છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">