સુરતમાં શાહી લગ્ન ! ચાર ધામની થીમ પર શણગારાયો લગ્નમંડપ, બોલિવુડ સેલિબ્રિટીઝ બન્યા મહેમાન, જુઓ VIDEO
સુરતમાં સૌથી મોંઘા લગ્નનું આયોજન થયું હતું. લગ્નમાં ક્રિકેટર,બોલીવુડ સેલિબ્રિટીઝની હાજરી પણ જોવા મળી હતી. જાણીતા બિલ્ડરે તેના લગ્નમાં અદભુત, આલિશાન, અકલ્પનીય અને અવિશ્વસનીય ચાર જ્યોતિર્લિંગ થીમ પર લગ્ન મંડપ તૈયાર કરાવ્યો હતો.
સોશિયલ મીડિયા પર અવારનવાર લગ્ન સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. કેટલાક લોકો લગ્નને ખાસ બનાવવા લાખો-કરોડોનો ખર્ય કરતા જોવા મળે છે. ત્યારે તાજેતરમાં સુરતમાં સૌથી મોંઘા લગ્નનું આયોજન થયું હતું. લગ્નમાં ક્રિકેટર,બોલીવુડ સેલિબ્રિટીઝની હાજરી પણ જોવા મળી હતી. જાણીતા બિલ્ડરે તેના લગ્નમાં અદભુત, આલિશાન, અકલ્પનીય અને અવિશ્વસનીય ચાર જ્યોતિર્લિંગ થીમ પર લગ્ન મંડપ તૈયાર કરાવ્યો હતો.
સુરતમાં યોજાયા ગુજરાતના સૌથી શાહી મોંઘા લગ્ન,જુઓ VIDEO #wedding #marriage #ViralVideos #ExpensiveWedding #Surat #Gujarat #TV9News pic.twitter.com/W9SjvnQAEq
— Tv9 Gujarati (@tv9gujarati) February 2, 2023
અનોખો લગ્ન મંડપ તૈયાર કરવામાં આવ્યો
સુરતના રજવાડી લગ્નમાં આ લગ્નમાં ચાર જ્યોતિર્લિંગ થીમ પર લગ્ન મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. આલિશાન મંડપ માટે ચાર જ્યોતિર્લિંગના આબેહૂબ મંદિર બનાવવામાં આવ્યા હતાં. મધ્યપ્રદેશ ખાતે આવેલા મહાકાલનું મંદિર, ઉતરાખંડમાં આવેલ કેદારનાથ, ગીર સોમનાથ સ્થિત આવેલ સોમનાથનું મંદિર અને આંધ્રપ્રદેશ ખાતે આવેલ મલ્લિકાર્જુનનું મંદિર બનાવવામાં આવ્યુ હતુ. આ લગ્નનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.