AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CR Patil on Surat Election Result : સુરતમાં ભાજપની પ્રચંડ જીત બાદ સી.આર. પાટીલનું પહેલું નિવેદન આવ્યું સામે, જુઓ Video

સી.આર. પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિવિધ નેતાઓ અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા.

CR Patil on Surat Election Result : સુરતમાં ભાજપની પ્રચંડ જીત બાદ સી.આર. પાટીલનું પહેલું નિવેદન આવ્યું સામે, જુઓ Video
| Updated on: Apr 28, 2026 | 4:02 PM
Share

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સી.આર. પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને ડેપ્યુટી સીએમ હર્ષ સહિત તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે કાર્યકર્તાઓએ કરેલી અથાગ મહેનતનું આ સકારાત્મક પરિણામ છે. સુરતમાં 30 વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટીએ 120માંથી 115 બેઠકો પર વિજય મેળવ્યો છે, જે અગાઉની 93 બેઠકોની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.

સી.આર. પાટીલે આ પ્રચંડ જીતને લોકોનો ભારતીય જનતા પાર્ટીના કામ કરવાની પદ્ધતિમાં અને શ્રી નરેન્દ્ર મોદી તથા શ્રી અમિત શાહના મજબૂત નેતૃત્વમાં ઊંડા વિશ્વાસનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે સૌ આગેવાનો, કાર્યકર્તાઓ અને મતદાર ભાઈ-બહેનો દેશ અને રાજ્યને મજબૂત કરવા માંગે છે. તેઓ સમજે છે કે સુરત અને ગુજરાત મજબૂત થશે તો જ દેશ મજબૂત બનશે, આથી જ તેઓ સમજદારીપૂર્વક મતદાન કરે છે.

પાટીલે ઇલેક્શન પહેલાં અન્ય પક્ષોના નેતાઓના નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેઓ માનતા હતા કે ગુજરાત તેમના ખિસ્સામાં છે. પરંતુ ગુજરાતના મતદાર ભાઈ-બહેનોએ સાબિત કરી દીધું કે તેઓ પોતાના ભવિષ્ય અને દેશ-રાજ્યની પ્રગતિને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. તેમણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતભરમાં દરેક ક્ષેત્રમાં મળેલી ભવ્ય જીતને આ સમજદારીનું પરિણામ ગણાવ્યું.

સુરતમાં આમ આદમી પાર્ટીની ગત વખતે 27 બેઠકો હતી, જે આ વખતે ઘટીને માત્ર 4 થઈ ગઈ છે. આ અંગે પાટીલે અમદાવાદમાં આપેલું પોતાનું વિધાન યાદ કરાવ્યું હતું કે “સોનાની થાળીમાં લોઢાનો મેખ.” તેમણે કહ્યું કે તે “મેખ” હવે ઘણો બધો નીકળી ગયો છે. સુરત શહેરના મતદાતાઓએ ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ બતાવ્યો અને મોટા મોટા દાવા કરતી આમ આદમી પાર્ટીને તેની જગ્યા બતાવી દીધી છે.

સી.આર. પાટીલે તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો કે તેમણે સમજદારીપૂર્વક મતદાન કર્યું. તેમણે ખાતરી આપી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમનો વિશ્વાસ ક્યારેય તૂટવા નહીં દે. ભાજપના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ શહેર, રાજ્ય અને દેશ માટે નિષ્ઠાપૂર્વક કામ કરતા રહેશે. તેમણે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રોનો પણ આભાર માન્યો હતો, જેમણે સતત મહેનત કરીને વાસ્તવિકતા લોકો સુધી પહોંચાડી અને તેનાથી મોટો ફરક પડ્યો.

આમ આદમી પાર્ટીને મળેલી ચાર બેઠકો અંગે પૂછવામાં આવતાં, પાટીલે સ્વીકાર્યું કે આ ચાર બેઠકો પણ ન આવવી જોઈતી હતી. જોકે, હવે તે આવી ગઈ છે, તો પક્ષ તેને સ્વીકારે છે. તેમણે ઉમેર્યું કે જે વોર્ડમાં કમી રહી હશે, આવનારા દિવસોમાં તેમાં સુધારા કરવામાં આવશે અને તે વિસ્તારના મતદાતાઓનો વિશ્વાસ સંપાદન કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરવામાં આવશે. તેમણે સુરત કોર્પોરેશનમાં કોંગ્રેસને મળેલી એક અને આમ આદમી પાર્ટીને મળેલી ચાર બેઠકોના મતદારોને પણ વિશ્વાસ આપ્યો કે ભલે તેમણે ભાજપને મત ન આપ્યા હોય, ભાજપ તેમની સાથે રહીને કામ કરશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જે જિલ્લામાં છે ત્યાં આમ આદમી પાર્ટીની મોટી જીત, જુઓ Video

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">