કોણ છે ગુજરાતના એ PI કે જેના એક દિવસમાં બદલીના બે બે ઓર્ડર થયા, જાણો પોલીસ બેડામાં એક PI ની કેમ છે ચર્ચા ?
પોલસી કોન્સ્ટેબલ થી લઈ સિનિયર IPS બદલી માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, તેવામાં રાજયના DGP દ્ધારા એક PIના સિગલ ઓર્ડરએ પોલીસ બેડામાં અનેક ચર્ચા શરૂ થઇ ગઇ છે.

ગુજરાતના DGP વિકાસ સહાય દ્ધારા PIનો એક સિંગલ બદલી ઓર્ડર કરતાં જ પોલીસ વિભાગમાં અનેક ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. સુરત મીસીંગ સેલમાં રહેલા PI યુવરાજસિંહ વાઘેલા સુરત થી અમદાવાદ બદલીનો ઓર્ડર સામે આવતા અનેક PI ચર્ચા કરી રહ્યા છે કે, એક સિંગલ ઓર્ડર કેવી રીતે થયો કારણકે રાજ્યના DGP આ રીતે સિગલ ઓર્ડર કોઇ નો કરતા નથી, પરંતુ PI યુવરાજસિંહ વાઘેલા ગુજરાતના મુખ્ય એક નેતા ને પોતાની ભલામણ કરતા આ સિંગલ ઓર્ડર થયો હોવાની ચર્ચા ચાલી રહી છે..
કારણકે અગાઉ પીઆઇ યુવરાજસિંહ વાઘેલા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજવી ચુકવ્યા છે ત્યારે વિસ્તારના અગાઉના ઘારાસભ્ય હોવાથી તેમને સારો પરિચય હોવાથી બદલી ની સીધી જ ભલામણ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે..
2008ની બેંચના પોલીસ ઈન્સપેક્ટર યુવરાજસિંહ વાઘેલા સુરત માં બદલી થયા બાદ દોઢ વર્ષ સુધી સાઈડ પોસ્ટિંગ હોવાથી અમદાવાદ બદલી કરીને આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.
સુરતથી અમદાવાદમાં બદલી ઓર્ડર
જો કે પીઆઇ યુવરાજસિંહની સુરતથી અમદાવાદમાં બદલી ઓર્ડર થયા બાદ સુરતના પોલીસ કમિશનર દ્ધારા PI યુવરાજસિંહને મિસિંગ સેલ માં થી મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં બદલીનો ઓર્ડર કર્યો હતો. જે જીલ્લા બદલીનો ઓર્ડર મળ્યો ન હોવાથી બે બે ઓર્ડર થયા હોવાનુ સામે આવ્યુ છે. જેમા ચર્ચા એવી પણ ચાલી રહી હતી કે PI યુવરાજસિંહે અમદાવાદમાં બદલી ના થાય તો સારું સુરત મા સારા પોલીસ સ્ટેશનની ભલામણ કરી હતી.
જો કે અનેક ચર્ચાઓ વચ્ચે થયેલી બદલી PIનો રાજકીય ધેરાબોના લીઘે અમદાવાદમાં બદલી થઈ હોવાની વાતો કરી રહ્યા છે..પરંતુ તેમને પુછતા કહ્યુ કે પરિવાર અહિંયા રહે છે એટલે અમદાવાદમાં બદલી કરાવી છે.. હવે સિનિયર પીઆઇ ને અમદાવાદ કયાં પોસ્ટિંગ મળે છે તે જોવ રહ્યુ..