Surat મહાનગરપાલિકાએ પ્રજાને આપી મોટી રાહત, 25 ચોરસ મીટર સુધીની મિલકતોના વેરામાં ઘટાડો

Surat: ગુજરાત ભાજપ અધ્યક્ષ અને સુરત-નવસારી લોકસભાના સાંસદ સી.આર.પાટીલ દ્વારા કરાયેલી ભલામણના પગલે સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો દ્વારા સુરતના નાના અને મધ્યમ વર્ગના લોકોને મિલકતવેરામાં મોટી રાહત આપવામાં આવી છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 22, 2021 | 11:36 PM

Surat: ગુજરાત ભાજપ અધ્યક્ષ અને સુરત-નવસારી લોકસભાના સાંસદ સી.આર.પાટીલ દ્વારા કરાયેલી ભલામણના પગલે સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો દ્વારા સુરતના નાના અને મધ્યમ વર્ગના લોકોને મિલકતવેરામાં મોટી રાહત આપવામાં આવી છે. જેમાં 0.25 ચોરસ મીટર અને 25થી 50 ચોરસ મીટર સુધીનું ક્ષેત્રફળ ધરાવતી મિલકતોને 25 ટકા વેરા રાહત અને યુઝર્સ ચાર્જીસમાંથી મુક્તિ આપવામાં આવી છે. જે સુરતના નાના વર્ગ માટે મોટી રાહત સમાન બાબત છે.

 

સુરતના મુગલીસરા સ્થિત પાલિકા કચેરીએ આજ રોજ સ્થાયી અધ્યક્ષ સમિતિના ચેરમેન, મેયર તેમજ ડેપ્યુટી મેયર વચ્ચે એક રિવ્યુ બેઠક મળી હતી. જે બેઠકમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ અને સુરત-નવસારી લોકસભાના સાંસદ સીઆર પાટીલ દ્વારા કરાયેલ પત્ર ભલામણથી આજ રોજ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રેસિડેન્સી અને નોન -રેસિડેન્સી મિલકતોને 25 ટકા જેટલી રાહત આપવામાં આવી છે. પાટીલની ભલામણથી પાલિકાની સ્થાયી સમિતિ દ્વારા રેસિડેન્સીમાં 0.25 અને 25થી 50 ચોરસ મીટર ધરાવતી મિલકતોના વેરા અને યુઝર્સ ચાર્જીસમાં રાહત અપાઈ છે.

 

જેનો 8 લાખ રેસિડેન્સીના લોકોને સીધો લાભ મળવાનો છે. નોન રેસિડેન્સીમાં 0.15 ચોરસ મીટર ધરાવતી પ્રોપર્ટીમાં વેરામાંથી રાહત આપવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા ઈન્ફાસ્ટ્રક્ચર માટે 22 કરોડની ફાળવણી કરવામાં આવી છે. દરેક મિલકતદારને વેરામાં 25 ટકાનો લાભ થવાનો છે. 161 ફૂટ સુધીની દુકાનો ધરાવતા નાના વેપારીઓને વેરામાં 25 ટકાની રાહત મળી રહેશે.

 

 

મહાનગરપાલિકાએ પ્રજાને આપી મોટી રાહત

મનપાએ રહેણાંક અને કોમર્શિયલ નાના મકાન ધારકોના વેરામાં 25 ટકાનો ઘટાડો કર્યો છે. 15 ચોરસ મીટરથી લઈને 50 ચોરસ મીટરના મિલકત ધારકોને વેરામાં રાહતનો ફાયદો મળશે તો 15 ચોરસ મીટર સુધીની બિન રહેણાંક મિલકતોમાં 25 ટકાની વેરા રાહત જાહેર કરાઈ છે. સુરત મનપાએ મિલકત ધારકોને 71.86 કરોડ અને કોમર્શિયલ એકમોને 21.99 કરોડની રાહત આપી છે.

 

જેનો 40 લાખ સુરતીલાલાઓને લાભ મળશે. કોરોનાકાળમાં પહેલાથી જ વેપાર-ધંધામાં મુશ્કેલી છે. ત્યારે મનપાએ વેરામાં કરેલા ઘટાડાથી પ્રજાની મુશ્કેલી ઓછી થશે. આ વેરા ઘટાડવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પત્ર લખીને હોદ્દેદારોને રજૂઆત કરી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નાના મકાન ધરાવતા સુરતવાસીઓને કરમાં રાહત આપવા માટે સુરત મહાનગરપાલિકાના મેયરને રજૂઆત કરી છે. મહત્વનું છે કે સુરત મનપાએ 15 ચોરસ મીટર સુધીની રહેણાંક મિલકતને વેરા ચાર્જીસ ભરવામાંથી મુક્તિ આપી છે.

 

આ પ્રકારની રાહત 25 ચોરસ મીટર સુધીના મિલકતધારકોને પણ મળે તેવી સી આર પાટીલે ભલામણ કરી છે અને કહ્યું છે કે, 15 ચોરસ મીટરથી 25 ચોરસ મીટર સુધીની રહેણાંક મિલકતોને પણ વેરા અને યુઝર ચાર્જિસમાં 50 ટકા રાહત આપવામાં આવે અને 25 ચોરસ મીટર સુધીની બિન રહેણાંક મિલકતોમાં 25 ટકા સુધીની રાહત આપવામાં આવે તેવી સી આર પાટીલની આ ભલામણનો જો સ્વીકાર થશે તો સુરત વાસીઓને મિલકત વેરામાં કુલ 30થી 40 કરોડની રાહત મળશે.

 

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં રેકોર્ડબ્રેક 1,640 નવા કેસ, અમદાવાદ-સુરતમાં સ્થિતિ બેકાબૂ

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">