Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોરોના પછી સુરત કાપડ માર્કેટમાં છેતરપિંડીના કેસ થયા બમણા, SIT બનાવવા વેપારીઓની માંગ

છેતરપિંડીના વધતા બનાવોને લઈને વેપારી સંગઠન, અમદાવાદની જેમ નવી યોજના લાવવાના પ્રયાસમાં છે. આ ઉપરાંત ચેક રિટર્નથી બચવા માટે વેપારીઓ દ્વારા નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે.

Surat : કોરોના પછી સુરત કાપડ માર્કેટમાં છેતરપિંડીના કેસ થયા બમણા, SIT બનાવવા વેપારીઓની માંગ
FOSTTA Demand
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 8:17 AM

કોરોના(Corona) પછી સુરતના ટેક્સ્ટાઇલ માર્કેટમાં(Textile Market ) કાપડ વેપારીઓ સાથે છેતરપિંડીના (Cheating ) બનાવો વધીને બમણા થઇ ગયા છે. કોરોના ના કારણે છેતરપિંડીના આંકડા પ્રતિ મહિને બે કરોડ સુધી પહોંચી ગયો છે. ત્યાંજ બીજી તરફ વેપારીઓની હજી પણ 50 કરોડ રકમ ફસાયેલી છે. ચેક રિટર્નના કિસ્સાઓ પણ ખુબ વધી ગયા છે.

મળતી માહિતી પ્રમાણે વેપારીઓની 50 કરોડ કરતા પણ વધારે રકમ છેતરપિંડીના કેસમાં ફસાયેલી છે તેવામાં આ મામલે વેપારીઓએ મળીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ બાબતે નિરાકરણ લાવવા અને સીટની રચના કરવા પણ માંગણી કરી હતી. સુરતમાં વર્ષના અંદાજે 500 કરોડની છેતરપિંડીના બનાવો નોંધાય છે. જેમાંથી ફક્ત 100 કરોડના કેસો જ પોલીસ સ્ટેશન માં નોંધાય છે.

છેતરપિંડીના વધતા બનાવોને લઈને વેપારી સંગઠન અમદાવાદની જેમ નવી યોજના લાવવાના પ્રયાસમાં છે. આ ઉપરાંત ચેક રિટર્ન થી બચવા માટે વેપારીઓ દ્વારા નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. ચિતારો ખરીદી કરતી વખતે બિલ અને જીએસટી નંબર પાર આપેલા સરનામા ને બદલી નાનકે છે. આ કારણ થી ચોરોને પકડવું મુશ્કેલ થઇ જાય છે.

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો
Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો

આખા ગુજરાતમાં અત્યાર સુધી 1306 કિસ્સાઓ ઇન્સ્ટ્રુમેન્ટ નેગોશીયેબલ કોર્ટમાં પેન્ડિંગ પડ્યા છે. ટેક્સ્ટાઇલ માર્કેટમાં છેતરપિંડી રોકવા માટે રાજ્ય સરકારે ઇકોનોમિક સેલ બનાવ્યું છે. ત્યાં જ વેપારીઓનું કહેવું છે કે ઇકોનોમિક સેલથી કોઈ ફાયદો નથી થઇ રહ્યો, તેવામાં વેપારીઓએ સરકાર પાસે તેના માટે એસઆઈટી નું ગઠન કરવા માંગણી કરી છે.

શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં વેપારીઓ સાથે થયેલી છેતરપિંડી મામલે કરોડો રૂપિયાના કેસો બને છે. જેમાંથી બધા કેસમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ શકતી નથી. સુરતના સલાબતપુરા અને પુણા પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે ટેક્સ્ટાઇલ માર્કેટ આવેલી છે. આ ઉપરાંત ઉધના, પાંડેસરામાં પણ કેટલીક ફરિયાદો દાખલ થાય છે. સુરતમાં એક મહિનામાં સરેરાશ 25 જેટલી ફરિયાદો નોંધાય છે.

માર્કેટમાં કાપડ વેપારીઓ સાથે ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ પણ ખુબ ઝડપથી વધી રહ્યા છે. બહારના રાજ્યોના વેપારીઓ ઓનલાઇન કાપડ મંગાવે છે. વેપારી સોશિયલ મીડિયા પર ડિઝાઇન કંઈક અલગ બતાવે છે, અને પાર્સલ કંઈ અલગ મોકલાવે છે. જેના કારણે વેપારીઓ વચ્ચે તકરાર વધી જાય છે. એક મહિનામાં ઓનલાઇન છેતરપિંડીના 100 થી વધારે કેસ સામે આવ્યા છે.

વર્ષ 2020 સુરત મર્કન્ટાઈલ એસોસિયેશને અર્જુન એપ્લિકેશન લોન્ચ કરવાની વાત કરી હતી. 2016માં સુરત પોલીસે ટેક્સ સુરક્ષા નામની એપ્લિકેશન લોન્ચ કરી હતી. જે પણ નિષ્ફ્ળ નીવડી છે. વેપારીઓનું કહેવું છે કે સરકારે આ તરફ પણ ધ્યાન આપવાની ખુબ જરૂર છે.

આ પણ  વાંચો : ગુજરાતની તમામ નગરપાલિકામાં વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે: ધનસુખ ભંડેરી

આ પણ  વાંચો : અમદાવાદના દરિયાપુરમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન, ટીમ પર પથ્થરમારો કરાયો

આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે
આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે
g clip-path="url(#clip0_868_265)">