Surat: આભવા ગામના ખેડૂતોએ વિરોધના મંડાણ શરૂ કર્યાં, જાણો શું છે તેમની માગણી

|

Feb 28, 2022 | 3:06 PM

આભવાની જે જમીન પર રિઝર્વેશન મુકવામાં આવ્યું છે. તે પૈકી 95 ટકા ખેડૂતો નાના છે. જમીન પેટે સરકાર 10 ગણું વળતર ચુકવે તો પણ તેઓ આસપાસ નવી જમીન ખરીદી શકે નહીં અને ખેડૂતો તરીકેનો હક ગુમાની બેસે તેવી સ્થિતિ છે.

Surat: આભવા ગામના ખેડૂતોએ વિરોધના મંડાણ શરૂ કર્યાં, જાણો શું છે તેમની માગણી
સુરતના આભવા ગામના ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો

Follow us on

સુરત (Surat) અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના બે દાયકાના નવા ડેવલપમેન્ટ પ્લાન માટે સુરત એરપોર્ટમાં નવા પેરેલલ રન- વે સહિત સુડા ટાઉનશીપ અને અન્ય પ્રોજેકટ માટે અંદાજિત 17 સ્કેવર કિલોમીટરથી વધુની જગ્યામાં રિઝર્વેશન મુકવામાં આવ્યું છે. આ જમીન મોટે ભાગે આભવા ગામની જમીન હોવાથી તેની સામે ખેડૂતો (Farmers) માં નારાજગી જોવા મળી રહી છે. જેને પગલે આજે આભવાના 200થી વધુ ખેડૂતો સુડા કારોબારી અધ્યક્ષ અને જિલ્લા કલેકટરને આવેદન પાઠવવા પહોચ્યા હતા અને જિલ્લા કલેકટરને આવેદન આપીને રિઝર્વેશન (reservation) દૂર કરવાની માંગણી કરી હતી.

સુડા દ્વારા એરપોર્ટ સહુત અન્ય પ્રોજેકટ માટે વિવિધ ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા થયેલી માંગણી પ્રમાણે નવો ડેવલોપમેન્ટ પ્લાન જાહેર કર્યો છે. તેની સામે વાંધા અરજીઓ રજુ કરવા માટેની તારીખ જાહેર કરી છે. આ રિઝર્વેશનની અંદાજિત 17 સ્કેવર કિલોમીટરથી વધુની જગ્યા આભવા ગામના 3000 થી વધુ પરિવારો અને 300 થી વધુ ખેડૂતોની છે. ખેડૂતોની બનેલી સમિતિ દ્વારા આજે સોમવારે સુડા કારોબારી અધ્યક્ષ અને જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતુ. અને તેમની જમીનો પર મુકવામાં આવેલા રિઝર્વેશન દુર કરવાની માંગ કરી હતી.

આભવાના ખેડૂતના જણાવ્યા પ્રમાણે 1989થી આભવા ગામની જમીન પર વિવિદ કાર્યો માટે રિઝર્વેશન મુકવામાં આવી રહ્યું છે. હાલ જે આભવાની જમીન પર રિઝર્વેશન મુકવામાં આવ્યું છે. તે પૈકી 95 ટકા ખેડુતો નાના છે. જમીન પેટે સરકાર 10 ગણું વળતર પણ ચુકવે તો પણ તેઓ આસપાસ નવી જમીન ખરીદી શકે નહીં અને ખેડૂતો તરીકેનો હક ગુમાની બેસે તેવી સ્થિતિ છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

1989માંથી 80 વીઘા જમીન પર રિઝર્વેશન મુકવામાં આવ્યું છે. તે પૈકી 60 ટકા જમીન જે એરપોર્ટ કમ્પાઉન્ડમાં આવેલી છે, તેનો હજુ ઉપયોગ થયો નથી. ત્યારબાદ 2004માં 860 હેકટર જમીન સંપાદન કરાઈ હતી તે પૈકી પણ મોટી જમીન આજદિન સુધી ઉપયોગમાં લેવાઈ નથી. આટલી મોટા પ્રમાણમાં જમીન મેળવાય છે પણ તેનો ઉપયોગ થતો નતી ત્યારે 200ની સંખ્યામાં ખેડૂતોએ હાજર રહીને તેમની જમીન પર મુકવામાં આવેલા રિઝર્વેશન દૂર કરવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Vadodara : સાવલી તાલુકાના કોંગ્રેસ નેતાનો પુત્ર રહસ્યમય રીતે ગુમ, શોધખોળ શરૂ

આ પણ વાંચોઃ Somnath માં મહાશિવરાત્રીની ઉજવણીની તડામાર તૈયારીઓ, દર્શનાર્થીઓ માટે કરાઈ આ વ્યવસ્થા

Next Article