Somnath માં મહાશિવરાત્રીની ઉજવણીની તડામાર તૈયારીઓ, દર્શનાર્થીઓ માટે કરાઈ આ વ્યવસ્થા
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહા શિવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.સોમનાથ મંદિર 42 કલાક સુધી ભાવિકોને દર્શન માટે ખુલ્લું રહેશે સાથે રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપુજા અને મહા આરતી પણ યોજાશે.સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને રહેવા જમવા તેમજ દર્શન માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઇ છે.
ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં(Somnath)બે વર્ષ બાદ મહા શિવરાત્રીની(Mahashivratri)ઉજવણી થવા જઇ રહી છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહા શિવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.સોમનાથ મંદિર 42 કલાક સુધી ભાવિકોને દર્શન માટે ખુલ્લું રહેશે સાથે રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપુજા(Mahapuja)અને મહા આરતી પણ યોજાશે.સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને રહેવા જમવા તેમજ દર્શન માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઇ છે. દેશ-વિદેશમાં વસતા ભાવિકો શિવરાત્રી પર્વ પર પોતાના ઘરે બેસી ઓમ નમઃ શિવાય મહામૃત્યુંજયના જાપ ઘરમાં જ કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર ખાસ વ્યવસ્થા કરી છે.મહામારીની ગાઈડલાઈન મુજબ ભાવિકોએ દર્શન કરવાના રહેશે.મંદિરની અંદર આરતી કે દર્શન સમયે ભાવિકો વધુ સમય ઉભા રહી નહી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.
તો બીજી તરફ બે વર્ષ બાદ ભક્તોને મંદિરમાં પ્રવેશ મળતા શિવરાત્રી પહેલા જ સોમનાથ તીર્થમાં ભાવિકો ઉમટી રહ્યાં છે.સોમનાથ પરિસરમાં હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યું છે.સૌ ભાવિકો ભગવાન સોમનાથને એક જ પ્રાર્થના કરી રહ્યાં છે કે કોરોના મહામારીની સમગ્ર વિશ્વભરમાંથી વિદાય થાય.
આ પણ વાંચો : Jamnagar : બોર્ડની પરીક્ષા પહેલા વિધાર્થીઓની મોડેલ ટેસ્ટ, 3 હજાર વિધાર્થીઓએ આપી પરીક્ષા
આ પણ વાંચો : Vadodara : યુક્રેનમાં ફસાયેલા પાંચ વિદ્યાર્થીઓ હેમખેમ પરત પહોંચ્યા, સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થીઓને સત્કારવામાં આવ્યા